Aapnu Gujarat
ગુજરાત

થરા ખાતે બહુચર બાયો ઙીઝલ પંપની ઑફિસમાં ચોરી

કાંકરેજ વિસ્તારમાં અનેક વાર ચોરી થવાનાં બનાવો સામે આવતાં હોય છે ત્યારે થરા – ભાભર રોડ પાસે આવેલા બહુચર બાયો ઙીઝલ પંપની ઑફિસમાં રાત્રિના સમયે કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ ઈસમ ચોરી કરતાં સી.સી.ટીવી.માં કેદ થયો હતો.
થરા ખાતે ભાભર રોડ પાસે અને નેશનલ હાઇવે પાસે આવેલા બહુચર બાયો ડીઝલ પંપની ઑફિસમાં તા. ૧૨મીના રોજ રાત્રિના સુમારે અંદાજે બે વાગ્યા પછી કોઇ અજાણ્યો ઈસમ આવીને રાત્રે સુઇ રહેલા ચિંતન પટેલ બાયો ઙીઝલ પંપના માલિકને કેફી પદાર્શનું સ્પ્રે મારીને ઑફિસનાં તાળા તોડી ઑફિસમાં પ્રવેશ કરી અંદાજે ૩૫ હજારની રોકડ રકમ, બે મોબાઇલ, ઘડિયાળ, ટેપ સહિત અંદાજે ૬૦ હજારનાં મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો.
ચોરને કોયની બીક ના હોય તે પ્રમાણે ઑફિસની અંદર ચોરી કરતો ચોર સી.સી.ટીવી માં કેદ થયો હતો. પંપના માલિકને સવારે ચોરીની જાણ થતાં જ સી.સી.ટીવી. વિડિયો ફુટેજ જોઇને તાત્કાલિક થરા પોલીસ સ્ટેશન ખાતે જઇને ફરીયાદ આપવામાં આવી હતી. આજે પાંચ દિવસ વિતવા છતાં હજુ ચોરી કરનારની હજુ ભાળ મળી નથી ત્યારે પોલીસની પણ ઢીલી નીતી હોય તે પ્રમાણે હજુ કોઈ પગલાં લેવાયા નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે આ સી.સી.ટીવી માં કેદ થયેલા ચોરને પોલીસ હવે ક્યારે પકડી પાડે છે. તે તો આવનારો સમયજ બતાવશે.
(તસવીર/અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

બીટહીટ ડ્રીંકસ પ્રા લિ કંપનીને કોર્ટે પાંચ લાખનો દંડ ફટકાર્યો

aapnugujarat

कालुपूर रेलवे स्टेशन पर लुटेरे द्वारा पुलिस जवान पर हमला

aapnugujarat

રાજ્ય વકફ બોર્ડની કચેરીનું લોકાર્પણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1