Aapnu Gujarat
ગુજરાત

લુણાવા ગામના ભાવેશ નાઈ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા

થરાદ તાલુકાના લુણાવા ગામના યુવાને બી.એસ.એફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ગામલોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ યુવાને પહેલાંથીજ પોતાના ગામ, કુટુંબ, નાયી વાળંદ સમાજનું નામ રોશન કરવા માટે જીવનમાં દ્રઢ સંકલ્પ કર્યો હતો કે હું ભારતીય ફોજમાં ફરજ બજાવી ભારત માતાની રક્ષા કરીશ. એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમને અથાગ પરિશ્રમ કરી બી.એસ.એફ.ની ખુબ કઠીન ટ્રેનિંગપૂર્ણ કરી છે.
મારે પણ દેશની સેવા કરવી છે એવા સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા ગામના નાઈ ભાવેશભાઈ હરજીભાઈ જેઓ દેશ સેવા માટે બી.એસ.એફ.માં જોડાયા છે. તાજેતરમાં બી.એસ.એફ.ની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા લુણાવા ગામના લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે ભાવેશ અમારા ગામનું ગૌરવ કહેવાય. જોકે વધુમાં વાત કરીએ તો ભાવેશભાઈ નાઈનું સપનું હતું કે હું પણ મારા ગામનું તથા મારા નાઈ (વાળંદ ) સમાજનું નામ રોશન કરીશ. જોકે આ યુવાન બી. એસ.એફ. માં જોડાઈ ગામ, સમાજનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ યુવાનને નાઈ સમાજનું ગૌરવ પણ કહી શકાય છે અને લિંબચ યુવા સંગઠનો તરફથી આ યુવાન વધુ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પ્રાપ્ત થઈ છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

પક્ષથી નારાજ ચાલી રહેલા પૂર્વ સાંસદે કોળી સમાજ માટે 22 ટિકિટોની માંગણી કરી

aapnugujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રા.આ. કેન્દ્ર ગોરૈયા ખાતે સાસુ વહુ સંમેલન યોજાયુ

aapnugujarat

મેલેરીયા નિર્મૂલન કાર્યક્રમને સફળ બનાવવા જુદાજુદા વિભાગોને સોંપાયેલી કામગીરી  સુપેરે પાડવા “ટીમ નર્મદા” ને જિલ્લા કલેક્ટરશ્રી નિનામાનું આહવાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1