Aapnu Gujarat
ગુજરાત

અનુ.જાતી પ્રત્યે જાહેરમાં અપમાનિત કરવા તેમજ ઘમકી આપતાં વિડીયો વાયરલ કરનાર વડોદરા ના શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા વિરમગામ દલિત હિત રક્ષક સમિતિ દ્વારા ટાઉન પોલીસ મા લેખિત રજુઆત

સોશ્યલ મિડીયા પર વોટ્સઅપ ગૃપ મા વાયરલ કરતા ગુજરાત ભરમાં અનુસુચિત જાતિ સમાજ ની લાગણી દૂભાઇ છે.ત્યારે આ શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા ની માંગણી સાથે વિરમગામ દલિત હિત રક્ષક સમિતિ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ તેમજ ડી.વાય.ઓફીસ ખાતે લેખીત મા રજુઆત કરી છે.આ રજુઆત મા જણાવ્યું છેકે થોડા દિવસ પહેલાં જુદા જુદા વોટ્સઅપ ગૃપ મા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમા વિડીયો વાયરલ કરનારનું નામ વડોદરા ના વિશાલ દવેનો હોવાનું જણાવાયું છે. જેનો. મો.નં.9723777682 અને આ વિડીયો SC Sama SEVAK GRUP મા આવેલ છે વિડીયો મા વિશાલ દવે જણાવે છે કે અનુસુચિત જાતિ ના લોકો ને જાહેરમાં અપમાનિત કરવા તેમજ ઘમકી આપતાં હોવાનું જાણાવે છે  આ ઘૃણાસ્પદ કૃત્ય થી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવે છે અને  લાગણી દૂભાય તેવું બોલે છે. આ વ્યકિત સામે વાયરલ વિડીયો થી સમગ્ર ગુજરાત મા વિરોધ કરી રહ્યા છે આ બાબતે આ વ્યક્તિ સામે લેખીત ફરીયાદ ની કાર્યવાહી કરવા વિરમગામ દલિત હિત રક્ષક સમિતિ ના મનુભાઇ પરમાર, કીરીટભાઈ રાઠોડે સહિત ના સભ્યો દ્વારા વિરમગામ ટાઉન પોલીસ લેખિતમાં  રજુઆત કરી છે.

રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

Related posts

રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને નડ્યો ગંભીર અકસ્માત, પતિ-પત્ની સહિત 3ના મોત

aapnugujarat

મુંબઈથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનારને સારોલી પોલીસે ઝડપી પાડ્યા

aapnugujarat

ખાડિયા વિસ્તારમાં કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇની હત્યા મામલામાં મયુર દવે સહિત પ નિર્દોષ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1