Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં જંગી દેવા નીચે દબાયેલા ત્રણ ધરતીપુત્રોએ અંતે આત્મહત્યા કરી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બુધવારે મંદસૌર જશે. ખેડૂત આંદોલન દરમિયાન અહીં પોલીસની ગોળીબારીમાં ૬ ખેડૂતોના મોત થયા છે. જેના બાદ આંદોલને હિંસક રૂપ લઈ લીધું હતું. પરંતુ બીજી તરફ મધ્યપ્રદેશમાં ખેડૂતોનો આત્મહત્યા કરવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૩ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
મધ્યપ્રદેશના વિદિશાના શમ્સાબાદમાં હરિસિંહ જાટવે આત્મહત્યા કરી છે.મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલનની આગ બૂઝવાનું નામ લઈ નથી રહી. મંગળવારે રાજ્યના હોશંગાબાદ જિલ્લાના સિયોની માલવા ગામમમાં દેવામાં ડૂબેલા એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતનું નામ માખનવાલા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૧ જૂનથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન પોલીસ કાર્યવાહીમાં કુલ ૬ ખેડૂતોનું ગોળીબારીમાં મોત થયું છે.સોમવારે રેહટી તહસીલમાં આવતા જાજના ગામના એક ખેડૂતે ૬ લાખ રૂપિયાના વ્યાજથી કંટાળીને ઝેર ખાઈ લીધું હતું. ત્યાર બાદ જાજનાના જ અન્ય ખેડૂત ગોવિન્દ કીરે સોમવારે પોતાના ઘરમાં જ કીટકનાશક દવા પી લીધી હતી. મૃતકના પુત્રએ જણાવ્યું કે, ઘર પર કોઈ ન હતું, ત્યારે તેમણે દવા ગટગટાવી હતી. ચાર લાખ રૂપિયા બેંકનું વ્યાજ અને બે લાખ રૂપિયા અન્ય વ્યાજથી કંટાળીને તેમણે મોતને વ્હાલું કર્યું હતું.મધ્ય પ્રદેશના ગૃહ સચિવ મધુ ખરેનું સોમવારે ટ્રાન્સફર કરી દેવાયું હતું. તેમને ખાદી ગ્રામોદ્યોગ વિભાગમાં મોકલી દેવાયો હતો.
મધુ ખેરની જગ્યા હેવ કેદાર શર્મા લેશે. મંદસૌર ફાયરિંગ વિશે પહેલા સરકારે દાવો કર્યો હતો કે, પોલીસે ફાયરિંગ કર્યું ન હતું. તેના બાદ ખેડૂતોનું પ્રદર્શન વધુ ઉગ્ર બની ગયું હતું. બાદમાં સરકારે પોલીસ ફાયરિંગની વાતનો સ્વીકાર કર્યો હતો.રાજ્યમાં શાંતિ કાયમ રહે તે હેતુથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે ઉપવાસ પર બેસ્યા હતા. તેમણે લગભગ ૨૭ કલાક બાદ પોતાનો ઉપવાસ છોડ્યો હતો. શિવરાજ ચૌહાને કહ્યુ હતું કે, હિંસા માટે ખેડૂતો જવાબદાર નથી. શિવરાજે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસની સાજિશને કારણે આંદોલન વધુ હિંસક બન્યું હતું.શિવરાજ ચૌહાણે કહ્યું કે, જવાબદાર લોકોને છોડવામાં નહિ આવે.
રાજ્યમાં સ્થિતિ હાલ પૂરી રીતે નિયંત્રણમાં છે. મંદસૌરમાં જે ઘટના બની, તેની ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, વ્યાજ મુક્તિ સહિત સમર્થન મૂલ્યો જેવી માંગોને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ૬ જૂનના રોજ મંદસૌરમાં પોલીસે ફાયરિંગ કરી હતી. પોલીસ ફાયરિંગમાં ૬ ખેડૂતોના મોત થયા હતા. જેના બાદ ખેડૂતોના આંદોલને મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ સમગ્ર રાજ્યમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલું છે.

Related posts

જજ લોયા કેસ : કોંગ્રેસ સ્વતંત્ર ચકાસણીની માંગ લઇ મક્કમ

aapnugujarat

દેશવાસીઓને મળશે સ્વદેશી વેક્સિન

editor

आतंकवादी फिर से बालाकोट में सक्रिय, बड़ी साजिश में पाक : सेना प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1