Aapnu Gujarat
બિઝનેસ

રૂપિયા ૫૦૦ની નવી નોટોમાં ઇન્સેટમાં એ લખવામાં આવ્યું

રિઝર્વ બેંકે ૫૦૦ રૂપિયાની નવી નોટ જારી કરી દીધી છે. નવી બેંક નોટ સમય સમય પર જારી કરવામાં આવી રહી છે જેમાં મહાત્મા ગાંધી (નવી) સિરીઝમાં જ નોટ છે. ૫૦૦ રૂપિયાની નવી નોટમાં ઇન્સેટમાં અંગ્રેજીના એ લખવામાં આવ્યું છે. આ અક્ષર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ડો. ઉર્જિત પટેલના હસ્તાક્ષરવાળા બંને પેનલો ઉપર દેખાઈ આવશે. નવી નોટમાં ઇન્સેટમાં એ ઉપરાંત મોટા અંતરની બાબત એ રહેશે કે તેમાં પ્રિન્ટિંગમાં વર્ષ ૨૦૧૭ નાટના પાછળના હિસ્સામાં પ્રકાશિત રહેશે. નોટના બાકીના ફીચર્સ ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નોટબંધી બાદ જારી કરવામાં આવેલી નોટ જેવા જ રહેશે. નોટ બંધી બાદ જારી કરવામાં આવેલી ૫૦૦ રૂપિયાની નોટમાં ઇન્સેટ લેટરમાં ઇનો ઉલ્લેખ કરાયો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક અખબારી યાદીમાં આ મુજબની વાત કરી છે. સાથે સાથે રિઝર્વ બેંકે ટિ્‌વટ કરીને પણ આ મુજબની માહિતી આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્સેટમાં એ લખવામાં આવેલા ૫૦૦ રૂપિયાના નોટ યથાવતરીતે જારી રહેશે. આમા જણાવવામાં આવ્યું છે કે, નોટબંધી બાદ જારી કરવામાં આવેલી નવી નોટ યથાવતરીતે અમલી રહેશે. ઇન્સેટ લેટર અને છપાવણીના વર્ષના જે બદલાવ ફેરફાર કરવામાં આવ્યા હતા તે માત્ર ૫૦૦ની નોટમાં કરવામાં આવ્યા હતા. રૂપિયા ૨૦૦૦ની નવી નોટમાં આવા કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી જેથી દુવિધાવાળી કોઇ સ્થિતિ નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે, બેંક દ્વારા નવી નોટની સુરક્ષાને લઇને દરેક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવી નોટમાં કોઇપણ પ્રકારની ઉદાસીનતા રાખવામાં આવી નથી. ગયા વર્ષે ૮મી નવેમ્બરના દિવસે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોદી સરકારે નવી રૂપિયા ૫૦૦ની અને ૨૦૦૦ રૂપિયાની નોટ જારી કરી હતી.

Related posts

કોલ માઇન પ્રોજેક્ટ માટે અદાણીને લોન આપવા સંદર્ભે એસબીઆઇ અવઢવમાં

editor

એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવા તૈયારી

aapnugujarat

નવા વર્ષમાં પ્રથમ સપ્તાહમાં પાંચ પરિબળ શેરબજાર પર અસર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1