Aapnu Gujarat
ગુજરાત

ડીસાના ખેટવા ગામે પંચમુખી ભોલેનાથનો હવન યજ્ઞ યોજાયો

ડીસા તાલુકાનું ખેટવા ગામ હરહંમેશ ધાર્મિક કાર્યક્રમોમાં અગ્રેસર રહેલું છે. ખેટવા ગામમાં બિરાજમાન શિવ શંકરનાં પવિત્ર શ્રાવણ મહિનાનાં છેલ્લા દિવસે ભોલેનાથનાં હવન યજ્ઞનું આયોજન સ્મસ્ત ગ્રામજનો દ્વારા કરવામા આવ્યું હતું જેમાં આજે તમામ ગ્રામજનો દ્વારા પવિત્ર શ્રાવણ મહિનામાં પંચમુખી ભોલેનાથનો હવન યજ્ઞ શુભ મુર્હતમાં સવારે ચાલુ થયો હતો જેમાં ગામનાં યુવાનો દ્વારા આહુતિ આપવામાં આવી હતી અને છેલ્લે આરતી કરી હવન યજ્ઞ સંપન થયો હતો જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ તમામ ગ્રામજનોએ સાથે મળી મીઠો ભોજન-પ્રસાદ લીધો હતો જેમાં તમામ ગામના યુવાનોએ ખડેપગે રહી સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.
ખેટવા ગામમાં ભગવાન શિવ શંકરનો મહિમા પણ અલગ છે જેમાં ભગવાન ભોલેનાથની મૂર્તિમાં પંચમુખ આવેલા છે જે લગભગ આવી મૂર્તિ ખુબ જ ઓછી જોવા મળતી હોય છે.
તસ્વીર/ અહેવાલ : રઘભાઈ નાઈ દિયોદર…

Related posts

રાજપીપળા પાલિકાનાં સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ

aapnugujarat

ચાર રસ્તા, બ્રીજ પર પાર્કિંગ કરવું ખતરા સમાન છે : ગુજરાત હાઈકોર્ટ

aapnugujarat

લાલૂની ૨૭મીની રેલીમાં હવે રાહુલ ગાંધી પણ નહીં જોડાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1