Aapnu Gujarat
બિઝનેસ

એર ઈન્ડિયા મેનેજમેન્ટને કરકસર માટેની ટિપ્સઃ વિમાનપ્રવાસીઓને ભોજનમાં સલાડ પીરસવાનું બંધ કરો

રાષ્ટ્રીય એરલાઈન કંપની એર ઈન્ડિયા જંગી આર્થિક ખોટને કારણે હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે એરલાઈનનાં કર્મચારીઓએ મેનેજમેન્ટને કરકસર માટેનાં અમુક પગલાં સૂચવ્યાં છે. એમાંનું એક સૂચન છે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ પર ઈકોનોમી ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી સલાડ (કચુંબર)ની બાદબાકી.તો બીજું સૂચન છે, પ્રવાસીઓને ફ્લાઈટમાં આપવામાં આવતા મેગેઝિન્સની સંખ્યા ઘટાડી દેવાનું. મેગેઝિન્સ ઓછા કરવા પાછળનું કારણ એવું આપવામાં આવ્યું છે કે એમ કરવાથી વિમાનનું વજન હળવું થશે અને ઈંધણ પાછળનો ખર્ચો પણ ઘટી જશે.કંપનીની આવક વધારવા માટે જોર લગાવવાનું એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વની લોહાનીએ એમના સિનિયર એક્ઝિક્યૂટિવ્સને જણાવ્યા બાદ સ્ટાફ તરફથી કરકસર અંગે ઉપર મુજબના સૂચનો કરવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર એર ઈન્ડિયામાં કરેલા ઈન્વેસ્ટમેન્ટમાંથી અમુક હિસ્સો કોઈ ખાનગી પાર્ટીને વેચી દેવા વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે લોહાનીએ તાજેતરમાં સ્ટાફજોગ મોકલેલા એક ઈમેલમાં જણાવ્યું છે કે એરલાઈનને માથે મોટું દેવું હોવાથી પોતે બહુ પરેશાન છે.તે ઈમેલ મળ્યા બાદ એક સિનિયર અધિકારીએ એક કેબિન ક્રૂ ઈન-ચાર્જ સહિત સ્ટાફ તરફથી મળેલા ફીડબેક સાથે લોહાનીને લેખિતમાં જાણકારી આપી છે. તે કેબિન ક્રૂ ઈન-ચાર્જે એવું સૂચન કર્યું છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ પર ઈકોનોમી ક્લાસમાં સલાડનો બહુ વેડફાટ થતો હોય છે. તે કર્મચારીનું કહેવું છે કે એની ફ્લાઈટમાં માત્ર ૨૦ ટકા પ્રવાસીઓ જ સલાડ ખાતા હોય છે. એને લાગે છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સમાં ઈકોનોમી ક્લાસમાં સલાડ પીરસવાનું બંધ જ કરવું જોઈએ.બીજું એક સૂચન આવ્યું છે કે ઈન-ફ્લાઈટ મેગેઝિન્સની સંખ્યા ઘટાડી દેવી જોઈએ, કારણ કે એમ કરવાથી વિમાનમાંનું વજન ઓછું થશે અને તેથી ઈંધણનો ખર્ચો પણ ઘટી જશે.અધિકારીએ લોહાનીને લખેલા ઈમેલમાં જણાવ્યું છે કે એક કર્મચારીનું કહેવું છે કે આપણે દરેક ફ્લાઈટમાં શુભ-યાત્રાની માત્ર ૨૫ કોપીઓ જ રાખવી જોઈએ. વળી, તે મેગેઝિન્સ દરેક પ્રવાસીની સીટ પર રાખવાને બદલે મેગેઝિન રેક્સમાં જ રાખવી જોઈએ. એમ કરવાથી વિમાનમાંનું વજન ઘટી જશે.વિદેશમાં પણ ઘણી એરલાઈન્સ કરકસર માટેના અનેક પગલાં લેવા માંડી છે. મોટાં ભાગની એરલાઈન્સને ફ્યુઅલનો ખર્ચો પરવડતો નથી.એર ઈન્ડિયાના માથે રૂ. ૫૨,૦૦૦ કરોડનું દેવું હોવાનું મનાય છે. કરકસરના પગલાં ભરીને ‘મહારાજા’ એરલાઈનને ફરી પાટે ચડાવી શકાશે એવું સત્તાધિશોનું માનવું છે.

Related posts

RBI સરપ્લસ રકમમાંથી કેન્દ્રને ૯૯,૧૨૨ કરોડ આપશે

editor

બજેટ ઘોષણા : સબસિડી બોજ ૧૨ ટકા સુધી વધશે

aapnugujarat

શેરબજારમાં દિવાળી ઉપર તેજી રહી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1