Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોલ્હાપુરની પ્રસિદ્ધ મહાલક્ષ્મી દેવીને સાડીને જગ્યાએ ઘાઘરા-ચોલી પહેરાવતા ભક્તો ભડક્યા

કોલ્હાપુરના પ્રસિદ્ધ મંદિરમાં સ્થાપિત દેવી મહાલક્ષ્મી અંબાબાઈને ઘાઘરા-ચોલી પહેરાવાતા મોટો વિવાદ ઉભો થયો છે. આ મામલે મંદિરના પૂજારી સહિત ત્રણ લોકોની સામે કેસ ફાઈલ કરાયો છે.
બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર દેવી મહાલક્ષ્મીની ઘાઘરા-ચોલી પહેરેલી તસવીર વાઈરલ થઈ હતી. જ્યારે કે, મહાલક્ષ્મી દેવીનો પોષાક સાડી છે. આ તસવીર વાઈરલ થયા બાદ પશ્ચિમી મહારાષ્ટ્ર દેવસ્થાન પ્રબંધન કમિટીએ પૂજારીના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રવિવારે દેવીના આ વસ્ત્ર પરિધાન રજૂ કરતી તસવીર જોઈને ભક્તો ભડક્યા હતા અને ઓલ પાર્ટી એક્શન કમિટીએ ભવાની મંડપમાં એકઠા થઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરીને મંદિરના પૂજારી, કોર્પોરેટર અજીત થાનેકર અને તેમના પિતા બાબુરાવ થાનેકરની વિરુદ્ધમાં ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવાનો કેસ ફાઈલ કર્યો છે.
ડીએસપી ડો.પ્રશાંત અમૃતકરના આદેશ પર ત્રણેયની સામે આઈપીસી ધારા ૨૯૫(એ) અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જોકે, પૂજારીએ સફાઈ આપતા કહ્યું કે, તેમણે કંઈ જ ખોટું કર્યું નથી.

Related posts

गणतंत्र दिवस से पहले J&K आएंगे जनरल नरवणे

aapnugujarat

ટ્રમ્પે ભારતવંશી નિક્કી હેલીને બનાવ્યા સ્ટાર સ્પીકર

editor

દેશભક્ત હો તો રાજીવ-ઇન્દિરા ગાંધીનું પણ સન્માન કરો : પ્રિયંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1