Aapnu Gujarat
શિક્ષણ

લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ ૩૨૩૨બી૧ઝોન૨ અને દિવાલ બલ્લુભાઈ સ્કૂલ દ્વારા રેલીનું આયોજન

આજે લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશન ૩૨૩૨બી૧ઝોન૨ અને દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા દ્વારા સંયુક્ત રેલીનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દિવાન સાહેબનાં જન્મદિન નિમિત્તે પર્યાવરણ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રેલીમાં પાંચ ક્લબો સહભાગી થઈ હતી જેમાં નરોડા સેન્ટીનલ, નરોડા, સેન્ટ્રલ, અમદાવાદ સાઉથ અને અમદાવાદ હેરીટેજનો સમાવેશ થાય છે. આ રેલીમાં પ્રિન્સીપાલ રેખાબેન દવે (ઈંગ્લિશ મિડિયમ), પ્રિન્સીપાલ હરેશભાઈ પટેલ (ગુજરાતી મિડિયમ), લાયન સુનિલભાઈ ગુગલીયા (આરસી), લાયસ કિરીટભાઈ પટેલ (ઝેડસી), લાયસ સંજય શર્મા (ડીસી), લાયન સુનિલભાઈ ત્રિવેદી (પ્રમુખ), લાયન સુનિલભાઈ પંચાલ (ખજાનચી) સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

More than 175 candidates shortlisted by 33 companies in ‘Ahmedabad Job Mela’ organised by Amiraj College of Engineering and Technology

aapnugujarat

શાળા-કોલેજોમાં મોબાઇલ લઇ જવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

aapnugujarat

દેશના ૮ રાજ્યોની સ્કૂલોમાં આપી દેવાયું માસ પ્રમોશન

editor

Leave a Comment

UA-96247877-1