Aapnu Gujarat
શિક્ષણ

દેશના ૮ રાજ્યોની સ્કૂલોમાં આપી દેવાયું માસ પ્રમોશન

કોરોનાની બીજી લહેરમાં બોર્ડ પરીક્ષાઓ સહિત તમામ પરીક્ષાઓ લેવાશે કે નહીં તેને લઈને અનેક સવાલો છે. ત્યારે તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત અત્યાર સુધીમાં આઠ રાજ્યો એવા છે જેમણે પરીક્ષા લીધા વગર જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે બોર્ડ પરીક્ષા ખાસ કરીને ૧૨ની બોર્ડ પરીક્ષાને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ બોર્ડ પરીક્ષા શરૂ થવામાં ૨૨-૨૫ દિવસ બાકી છે. આવો જાણીએ ક્યા રાજ્યોએ પરીક્ષા વગર જ માસ પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં વધતા કોરોનાને કેસને ધ્યાનમાં રાખીતે મહારાષ્ટ્રામાં ધોરણ ૧થી ૮ અને ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં ૨૩ એપ્રિલથી ધોરણ ૧૨ અને ૨૯ એપ્રિલથી ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા શરૂ થશે.
તમિલનાડુ સરકારે ધોરણ ૯, ૧૦ અને ૧૧ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ ૧૧૦ અંતર્ગત વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં આ ધોરણા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે નહીં અને તેમને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે.
છત્તીસગઢ શિક્ષણ બોર્ડે આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા છોડીને તમામ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
રાજસ્થાને હાલમાં માત્ર ધોરણ ૧થી ૫ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અહીં ધોરણ ૬, ૭, ૯ અને ધોરણ ૧૧ની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાવાની છે. ધોરણ ૮ની પરીક્ષા પહેલાની જે બોર્ડ પરીક્ષા લેવાશે.
ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વર્ષે પણ સરકારે ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ ૯ અને ૧૧ને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
દિલ્હી સરાકરે પણ નર્સરથી લઈને ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ ૯ અને ૧૧માં પણ માસ પ્રમોશન આપવાની વાલીઓની માગ ઉઠી છે.
ઓડિશાએ પણ ધોરણ ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
અસમ સરાકરે પણ ધોરણ ૧થી ૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે એ પ્રમાણે પરીક્ષા લેવાશે.

Related posts

ધો.૧૦માં થિયરી-પ્રેક્ટિલમાં ૩૩ માર્ક્સે પાસ ગણાશે

aapnugujarat

જીટીયુ નોકરી ભરતી મેળામાં ૫૩૦ વિદ્યાર્થીઓની પસંદગી

aapnugujarat

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૮૮.૧૧ ટકા પરિણામ રહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1