Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોના દેવા માફી સહિતના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા શુક્રવારે ‘રસ્તા રોકો’ આંદોલન

મહેસાણામાં બલોલના પાટીદાર યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા રવિવારે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા સહિતના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલવાની માંગણી સાથે ૧૬મી જૂનને શુક્રવારે સમગ્ર રાજ્યમાં ‘રસ્તા રોકો’ આંદોલન કરવામાં આવનાર છે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા મહેસાણાના પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ અંગે જવાબદાર લોકો સામે ઈપીકો કલમ ૩૦૨નો ગુનો નોધવા તેમજ સીબીઆઈને તપાસ સોપવામાં આવે તેવી માંગણી કરતુ આવેદનપત્ર રાજ્યપાલને સુપ્રત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મહાત્મા ગાંધીજી અંગે કરવામાં આવેલા નિવેદનને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તેમના દ્વારા તાત્કાલિક માફી માંગવા આવે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા તા. ૧૨મી જૂનના રોજ રાજ્યના તમામ જિલ્લા મથકોએ ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસ દ્વારા દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે ખેડૂતોને પૂરતી વિજળી, ખેતપેદારોના ભાવ, સિંચાઇનું પાણી જેવા પ્રશ્નો તાત્કાલિક ઉકેલવામાં માંગણી છે. આ ઉપરાંત આગામી તા. ૧૬મી જૂનના રોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સમગ્ર રાજ્યમા ‘રસ્તા રોકો’ આંદોલન કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહેસાણાની ઘટનામાં ભાજપ સરકારનું વલણ સરમુખત્યાર અને ડરાવી, ધમકાવીને ભયનું વાતાવરણ ફેલાવવાનું છે. ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી સમગ્ર ઘટના પર ઢાંક પીછોડા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં હોય તેવુ જણાય છે.તમામ જિલ્લા મથકો પર મહેસાણાના પાટીદાર યુવાનના કસ્ટોડીયલ ડેથ બદલ જવાબદાર સામે કડક પગલાં ભરાય. સમગ્ર બનાવની તપાસ થાય અને ભોગ બનનાર યુવાનના પરિવારને ન્યાય મળે તેની પણ માંગ કરાશે.

Related posts

स्मार्टसिटी के साथ जुड़े प्रोजेक्ट १५ महीने बाद भी अधूरे

aapnugujarat

म्युनिसिपल प्रशासन की लापरवाही की वजह से इस वर्ष रास्ते को रिसरफेस करने बजट १५० करोड़ पर पहुंचेगा

aapnugujarat

ઈડર ટાવરની ઘડિયાળ તૂટી પડી

editor

Leave a Comment

UA-96247877-1