મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલન શાંત થયા બાદ હવે રાજકીય પાર્ટીઓમાં તેનો શ્રેય લેવાની હોડ મચી ગઈ છે. પોસ્ટર વાર કરતા શિવસેનાએ ભાજપના મુખ્ય કાર્યાલય સામે જ બોર્ડ લગાવી દીધું છે. તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, શિવસેનાની મહત્વની ભૂમિકાને લઈને ખેડૂત આંદોલન સફળ થઇ શક્યું.
રાજ્ય સરકારે નમવું પડ્યું અને ખેડૂતોની લોન માફ કરવી પડી.ત્યારે બીજી તરફ ભાજપે પણ આવા પ્રકારના બેનર લગાવડાવ્યા છે. જેમાં પાર્ટીએ પોતાને ખેડૂત સાથે ઉભેલી બતાવી છે. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની વાત કહી છે.ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા શિવસેનાએ પોતાના ગઠબંધનની મુખ્ય પાર્ટી ભાજપ વિરુદ્ધ જ મોરચો ખોલતા સ્પષ્ટ કહ્યું હતું કે, જો ખેડૂતોની લોન માફ કરવામાં નહિ આવે તો રાજ્ય સરકાર મધ્યાવધિ ચૂંટણી માટે જવાબદાર હશે.
હાલમાં ખેડૂત આંદોલન શાંત થવા અને ખેડૂતોની લોનમાફીના એલાન બાદ શરુ થયેલ પોસ્ટર વાર એ બતાવવા માટે મહત્વપૂર્ણ છે કે, ખેડૂત આ બંને પાર્ટીઓ માટે મહત્વની વોટબેંક છે. તેથી લોનમાફીને લઈને બંને પાર્ટીઓ પોતાની રાજકીય જમીન મજબુત કરવામાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન બાદ મહારાષ્ટ્ર સરકારે રવિવારે લોનમાફીની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે ખેડૂતોના રાજ્યવ્યાપી પ્રસ્તાવિત આંદોલનના એક દિવસ પહેલા જ પૂર્ણ લોનમાફીની ઘોષણા કરી છે. ત્યારબાદ ખેડૂતો દ્વારા થનાર પ્રદર્શનને પાછું લઇ લીધું છે. આ સાથે જ ૧૧ દિવસથી પોતાની હડતાળ પણ ખત્મ કરી દીધી છે. સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોનું પૂર્ણ દેવું માફ કરવા માટે સરકાર એક કમિટીની રચના કરશે જે લોનમાફી માટે માળખું તૈયાર કરશે.