Aapnu Gujarat
બિઝનેસ

પેટ્રોલના રોજ બદલાતા ભાવ એસએમએસથી મળશે

૧૬મી જૂનથી દેશના તમામ પેટ્રોલ સ્ટેશનો પર પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ દરરોજ બદલાશે જેને પગલે ગ્રાહકોને નવા ભાવની માહિતી મળી રહે તે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સુનિશ્ચિત કર્યું છે. આ માટે આઈઓસીએ દરરોજ બદલાતા પેટ્રોલ-ડીઝલના ભાવ ગ્રાહકોને પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ કરી છે. કંપનીઓના મતે ડીલર્સે વેચાણ શરૂ કરતા પૂર્વે રોજના નવા ભાવની માહિતીથી ગ્રાહકો વાકેફ કરવા પડશે.ગ્રાહકોને તમામ પેટ્રોલ પંપ પર બદલાયેલી કિંમતોની માહિતી મળી રહેશે. આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલની એપ અથવા એસએમએસ દ્વારા પણ પેટ્રોલ-ડીઝલના નવા ભાવની માહિતી મળશે. આઈઓસીની એપ દ્વારા ગ્રાહકો કોઈ પણ શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા બદલાયેલા ભાવ વિશે માહિતી મેળવી શકશે. દરમિયાન ગ્રાહક પેટ્રોલના નવા ભાવ એસએમએસ કરીને જાણી શકશે. આ માટે ગ્રાહકે આરએસપી લખીને સ્પેસ છોડી ડીલર કોડ લખવાનો રહેશે અને તેને ૯૨૨૪૯૯૨૨૪૯ પર મોકલવાથી પેટ્રોલ-ડીઝલના બદલાયેલા ભાવની માહિતી એસએમએસથી પ્રાપ્ત થશે.
આઈઓસીના મતે તેના તમામ ૨૬ હજાર ડીલર્સને રોજ બદલાતા ભાવની માહિતી પુરી પાડવા માટે પ્રશીક્ષણ પણ પુરું પાડવામાં આવ્યું હતું. જેથી ગ્રાહકોને બદલાયેલા ભાવની ખોટી માહિતી ના મળે. આઈઓસીના ૧૦,૦૦૦ ઓટોમેટેડ પંપ પર નવા ભાવની વિગતો સેન્ટ્રલાઈઝ્‌ડ રીતે અપડેટ થશે, જ્યારે નોન-ઓટોમેટેડ પેટ્રોલ પંપ પર બદલાયેલા ભાવની વિગતો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ડીલર્સની રહેશે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરાષ્ટ્રીય સ્તરે થતી વધઘટના આધારે ૧૬મી જૂનથી રોજ બદલાશે. જો કે કે ડીલર્સના કેટલાક સંગઠન આ યોજનાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ સંગઠનોએ ૧૬મીએ પેટ્રોલ ડીઝલનું વેચાણ નહીં કરીને હડતાળ પાડવાની ચેતવણી ઉચ્ચારી છે.

Related posts

बजट में किसानो से लेकर इंफ्रास्ट्रक्चर तक सबका ध्यान रखा : मोदी

aapnugujarat

૧૭ લાખ રજિસ્ટર્ડ કંપનીઓમાંથી ૫.૩૪ લાખે કારોબાર સંકેલી લીધો

aapnugujarat

વિશ્વ બેંકે ભારતને માની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1