Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તહેરાન હુમલાના માસ્ટર માઇન્ડને ઠાર કરી દેવાયો

ઇરાની સંસદ અને અયાતુલ્લા ખુમેનીના મકબરા પર બુધવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં માસ્ટરમાઇન્ડ રહેલા ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ બન્ને હુમલામાં કુલ ૧૭ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યા બાદ ઉંડી તપાસ ચાલી રહી છે. હવે સમાચાર સંસ્થાએ ઇન્ટેલિજન્સ પ્રધાન મહેમદ અલવીને ટાંકીને કહ્યુ છે કે સંસદ અને મકબરા પર હુમલાના માસ્ટરમાઇન્ડ અને મુખ્ય કમાન્ડરને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધો છે. અલવીએ દાવો કર્યો છે કે ગયા મહિનામાં ઇન્ટેલિજન્સ મંત્રાલય દ્વારા દર રોજ ત્રાસવાદી ટોળકી અંગે માહિતી મેળવીને તેમની ધરપકડ કરી છે અને તેમની યોજના નિષ્ફળ બનાવી છે. ઇરાનમાં હુમલાના સંબંધમાં ત્રાસવાદીઓની મદદ કરનાર સાત શકમંદની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્રવારના દિવસે જ ઇરાની વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તહેરાન હુમલાના સંબંધમાં ૪૧ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. સંસદ અને અન્ય જગ્યાએ હુમલા બાદ સમગ્ર ઇરાનમાં હજુ પણ વ્યાપક સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. અનેક સ્થળો પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં જેહાદી શખ્સોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. વિશ્વના અનેક દેશોમાં હુમલાને અંજામ આપનાર ઇસ્લામિક સ્ટેટના મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે. હુમલામાં ૧૭ લોકોના મોત થયા હતા. બુધવારે ઇરાની સંસદની સાથે દક્ષિણ તહેરાનના ઇમામ ખમેની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાનમાં પ્રથમ વખત આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાનની સંસદ અને ખમેની પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી આઈએસ દ્વારા સ્વીકારવામાં આવી હતી. ઇરાની સંસદનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાનની અંદર આ પ્રથમ આતંકવાદી હુમલો છે.
ઇરાન ભલે અશાંતિગ્રસ્ત દેશોથી ચારેબાજુ ઘેરાયેલુ રહ્યુ છે પરંતુ વર્ષ ૧૯૭૮માં ઇસ્લામિક ક્રાન્તિ બાદ ઇરાનમાં આંતરિક રીતે શાંતિ રહી છે. પાકિસ્તાન અને ઇરાક સાથે જોડાયેલા સરહદી વિસ્તારોને છોડી દેવામાં આવે તો ઇરાનમાં ત્રાસવાદી હુમલાનો કોઇ ઇતિહાસ રહ્યો નથી. આવી સ્થિતીમાં આ હુમલાના કારણે ઇરાન હચમચી ઉઠ્યુ છે. હુમલાખોરો અંગે માહિતી મેળવવાના સતત પ્રયાસ કરાઇ રહ્યા છે.

Related posts

No need to obtain Visa for Indians visiting Brazil : Prez Jair Bolsonaro

aapnugujarat

ચીનની વસ્તી ૨૦૨૯માં ૧.૪૪ અબજે પહોંચશે અને ૨૦૩૦ પછી ઘટાડો થશે

aapnugujarat

બુલડોઝર સાથે અમારી હદમાં ઘૂસ્યા હતા ભારતના જવાનોઃ ચીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1