Aapnu Gujarat
બ્લોગ

એક અજાણ્યો કોલ

આજ મારાં મોબાઇલ પર એક અજાણ્યા નંબર પર થી ફોન આવ્યો,સામે થી અવાજ આવ્યો હેલો…ઓળખાણ પડી, સ્વાભાવિક પણે ૨૧ વર્ષ પહેલા નો અવાજ ઓળખાયો નહીં, મે કહ્યું ના ભાઈ તમે કોણ, કદાચ તમારાં થી બીજો નંબર લાગ્યો હશે, સામે થી કહ્યુ,ના દોસ્ત નંબર સાચો જ લાગ્યો છે યાર,હૂં ભરત આપણે છાત્રાલય માં સાથે હતાં અને અચાનક ૨૧ વર્ષ પહેલાં નું દ્રશ્ય આંખો સમક્ષ ઉભું થઈ ગયું,૧૯૯૮ નાં સમય ની બિલિયા ની છાત્રાલય, બાળપણ,મિત્રતા પી. બી. પટેલ વિદ્યાલય અને એનું મેદાન જ્યાં અમે ખૂબ રમ્યા હતાં ,છાત્રાલય એનાં રૂમ જ્યાં અંમે સાથે સમય વિતાવ્યો હતો એ બધું આવ્યું, વાત કરી કે નાના હતાં અને આજ કેટલાં મોટાં થઈ ગયાં, પછી આજ અચાનક નંબર કેવી રીતે મળ્યો હૂં તો facebook પર કોઈ જૂનાં દોસ્ત મળે એ રાહ જોતો હતો પણ કોઈ મળતું ન હતું, ભરતે કહ્યુ તમે બધાં ધોરણ ૧૨ પછી ગયા ત્યાર બાદ JP નો ભાઈ બિલિયા ભણવા આવ્યો હતો, ત્યાં થી JP નો નંબર મળ્યો પછી તારો નંબર મળ્યો અને તને ફોન કર્યો આજ, અમે છાત્રાલય ની જૂની યાદો થોડી તાજી કરી પછી મે પ્રવીણ એટલે પપ્પુ મારો ખાસ મિત્ર એનાં વિશે પૂછી ને એને એજ રીતે ફોન કર્યો હેલો ઓળખાણ પડી સામે થી એવો જ જવાબ,નાં મે કહ્યુ વિજય આપડે છાત્રાલય માં સાથે હતાં એને તરત જ કહ્યુ ઓહો રૂમ નંબર ૨ અને ફરી અમે એજ બાળપણ માં ચાલ્યા ગયા ઘડીક માટે, એ હાલ સરકારી અધિકારી છે ,પછી આટલાં વર્ષો પછી અમે એક બીજાના ફોટા જોયાં તો એજ ૨૧ વર્ષ પહેલાં નાં ચેહરા હતાં ફક્ત એ ચેહરા પર ની ૨૧ વર્ષ પહેલા ની માસુમીયત અને નિખાલસતા ની જગ્યા પર આજની આ ભાગ દોડ વાળી જીંદગી ની જવાબદારીઓ એ લઈ લીધી હતી અને બધાના ચેહરા પર એ પણ ખૂબ નિખાલસતા થી વર્તાતી હતી..

એ અજાણ્યો કોલ ખૂબ જ જાણીતો હતો…અમારાં સૌ માટે…….એક અજાણ્યો કોલ………

અને પછી મને મારી ગઝલ નો એક શેર યાદ આવ્યો કે..

ચાલ દોસ્ત આપણે ઘરગત્તા રમીએ ફરી થી
એજ રાજા અને રાણી ની વાતો કરીએ ફરી થી,
નિશાળ માં એક પેન નાં બે ભાગ કરતાં હતાં
ચાલ એવાં સાવ માસુમ બનીએ ફરી થી.

વિજય ગોહેલ “સાહીલ”

Related posts

બોલિવૂડના સ્ટાર કિડ્‌સ પાર્ટીના શોખીન છે

editor

ગુજરાત ચુંટણી ભાજપ અને કોંગ્રેસ બંનેની કસોટી કરશે

aapnugujarat

આગામી ચુંટણી ટ્રમ્પ માટે પડકાર સમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1