Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ લોકોત્સવમાં ફેરવાયો

સમગ્ર ગુજરાતમાં  તા. ૮ મી જૂનથી ત્રણ  દિવસ માટે પ્રારંભાયેલા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ, ૨૦૧૭ ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, રાજ્યકક્ષાએથી ફાળવાયેલા અન્ય વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે જિલ્લાનાં ૨૫૨ ગામોની ૨૬૦ પ્રાથમિક શાળા અને ૨૮ માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધો- ૧ માં ૧૪૩૯ કુમાર અને ૧૪૪૨ કન્યા સહિત કુલ- ૨૮૮૧ ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાયો હતો. જ્યારે ધો- ૧ માં ૧ કુમાર અને ૧ કન્યા સહિત કુલ- ૨ ભૂલકાંઓનું પુનઃ નામાંકન થયું હતું. તદ્ઉપરાંત આંગણવાડીમાં ૫૯૦ કુમાર અને ૫૪૬ કન્યા સહિત કુલ- ૧૧૩૬ ભૂલકાંઓનું નામાંકન કરાયું હતું. તેવી જ રીતે ધો- ૯ માં ૮૫૫ કુમાર અને ૭૧૦ કન્યા સહિત કુલ- ૧૫૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, જેમાં ૮ કુમાર અને ૧ કન્યા સહિત કુલ- ૯ વિકલાંગ બાળકોના નામાકંનનો પણ સમાવેશ થાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રારંભે ઉંડાણના આદિવાસી વિસ્તારના ગામોના લોકોમાં ઠેરઠેર અનેરો માહોલ સર્જાયો હતો. વાલીઓ તેમના બાળકો સાથે શાળા પ્રવેશ માટે ખૂબ જ ખુશખુશાલ મિજાજમાં જે તે ગામની શાળાઓ તરફ ઉત્સાહભેર જઇ રહેલા જણાતાં હતાં. તેની સાથોસાથ ગામનાં વિદ્યાપ્રેમી દાતાઓએ પણ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં અંગત રસ દાખવીને જે તે સ્કુલોને પોતાની યથાશક્તિ મુજબ દાનનો પ્રવાહ વહેવડાવતાં જિલ્લામાં પ્રથમ દિવસે રૂા. ૧૨,૨૦૪ ની રોકડ રકમ અને રૂા. ૨,૫૨,૭૬૬/- ની કિંમતની ચીજવસ્તુઓના રૂપમાં દાન મળી કુલ- રૂા.૨,૬૪,૯૭૦/- નું દાન પ્રાપ્ત થયું હતું. તદ્ઉપરાંત ૬ જેટલી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

Related posts

મ્યુનિ. હેલ્થ વિભાગની સખ્ત કાર્યવાહી : મીઠા માવા, દહી સહિતના સેમ્પલ અપ્રમાણિત જાહેર

aapnugujarat

विसनगर न.पा के प्रमुख से लेकर कई सदस्य भाजपा में

aapnugujarat

“ગ્લોબલ હેન્ડવોશિંગ ડે – 2021” અંતર્ગત શહેરા સ્કૂલોમાં અનોખી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1