Aapnu Gujarat
રમતગમત

ગુજરાત લાયન્સને મળી ૧.૫ કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ

જિલ્લા તંત્રના અધિકારીઓ તરફથી આઇપીએલની ટીમ ગુજરાત લાયન્સના માલિકોને એન્ટરટેઈનમેન્ટ ટેક્સ તરીકે ૧.૫ કરોડ રુપિયા ચુકવવાની નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં ટીમના માલિકોને આ સિઝનની ટિકિટોના વેચાણની ડિટેલ્સ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.તાજેતરમાં જ પૂરી થયેલી આઇપીએલની સિઝનમાં ગુજરાત લાયન્સની ટીમે ખંધેરી સ્ટેડિયમમાં પાંચ મેચ રમી હતી.ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વિક્રાંત પાંડેએ કહ્યું કે, અમે થોડાક દિવસ પહેલા ટીમને નોટિસ મોકલી છે. અમે ટીમના માલિકોને ટિકિટોની ડીટેલ્સ આપવાનો અને એન્ટરટેઈનમેન્ટ ટેક્સ ભરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત લાયન્સ ટીમનું હેડ ક્વૉર્ટર કાનપુરમાં છે. અમે ટીમના માલિકોને પાછલા વર્ષે રાજકોટમાં રમાયેલી પાંચ મેચોનો ટેક્સ ભરવાનો આદેશ આપ્યો છે.વિક્રાંત પાંડને જણાવ્યા અનુસાર, જો ટીમ ઑનર્સ અમારી નોટિસનો જવાબ નહીં આપે તો અમે બીજા વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત લાયન્સની ટીમે ગયા વર્ષે ૧.૫ કરોડ રુપિયા એન્ટરટેઈનેમેન્ટ ટેક્સ નથી ભર્યો.

Related posts

सर्वाधिक कमाई वाले खिलाडी की सुची में कोहली शामिल

aapnugujarat

ઓસી.પ્રવાસ માટે બેટસમેનોના સારા પ્રદર્શનની આશા : વિરાટ

aapnugujarat

આઈસીસીએ એફટીપી ૨૦૨૩-૨૦૩૧ની જાહેરાત કરી

editor

Leave a Comment

UA-96247877-1