Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૧ વર્ષમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના જસ્ટિસની સંખ્યા ૩૧ થઈ

૨૦૦૯ પછી આવું પહેલી વખત બન્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટના જજની કુલ સંખ્યા ૩૧ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્વારા બુધવારે ચાર જજે શપથ ગ્રહણ કરાવવામાં આવી છે. જેમાં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના સૂર્યકાંત, ઝારખંડ હાઈકોર્ટ અનિરુદ્ધ બોસ અને ગુવાહાટી હાઈ કોર્ટના એ. એસ. બોપન્નાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કરી છે. સંસદે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા ૨૬થી વધારીને ૩૧ કરી દીધી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈના નેતૃત્વવાળી કોલિજિયમે ૧૨ એપ્રિલે પોતે કરેલી ભલામણને ફરીથી વાગોળી હતી.
આઠ મેએ કોલિજિયમના ચીફ જસ્ટિસ રંજન ગોોગઈ, જસ્ટિસ એસએ બોબડે, અનવી રમાના, અરુણ મિશ્રા અને આરએફ નરીમને પણ બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગવઈ અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના સીજે કાંતની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુક કરવાની ભલામણ કરી હતી.આ અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા આરએમ લોઢા, એચએલ દત્તૂ, ટીએસ ઠાકુર, જેએસ ખેહર અને દીપક મિશ્રાના નેતૃત્વમાં કોલેજિયમ ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં સુપ્રીમ કોર્ટના જજોની નિમણુક કરી શક્યું નહતું.
કોલિજિયમની ભલામણ પર કામ કરવામાં કેન્દ્ર સરકારે પણ ઉતાવળ રાખી હતી. કેન્દ્રએ જસ્ટિસ ગુપ્તા, રેડ્ડી, શાહ અને રસ્તોગીની નિમણુકમાં ૪૮ કલાક કરતા પણ ઓછો સમય લીધો હતો.

Related posts

નરેન્દ્ર મોદી ૧૦ ટકાના પ્રધાનમંત્રી છેઃ કપિલ સિબ્બલ

aapnugujarat

છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

देशभर में जल्द खुलेंगे इथेनॉल पंप : गडकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1