Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકા અને રાહુલ ગાંધીએ ઈટાલી જઈને મત માંગવા જોઈએઃ યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ‘જ્યારે પણ દેશ પર કોઈ સમસ્યા આવે છે ત્યારે તેઓ ઇટાલી ચાલ્યા જાય છે. જો ગાંધી પરિવારને દેશની જનતા પાસેથી કાંઈ લેવું ના હોય તો તેમણે ઇટાલી જઈને વસવું જોઈએ અને ત્યાં જ મત માગવા જોઈએ.’લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટી માટે આક્રમક પ્રચાર કરી રહ્યા છે. પોતાના ઉમેદવારો માટે મત માગવાની સાથે-સાથે તેઓ વિપક્ષો પર પણ અવાર-નવાર આકરા પ્રહારો કરી રહ્યા છે.યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના મામા ક્રિશ્ચન મિશેલ ‘શકુની મામા’ છે. તેઓ ઈટલી (ઇટાલી)ના છે અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના મામલે દલાલ રહી ચૂક્યા છે.તેમણે કહ્યું ભારતીય નાગરિકો ક્યારેય એવી પાર્ટીને મત નહીં આપે કે જે ભગવાન રામ અને કૃષ્ણમાં વિશ્વાસ રાખતી ન હોય. આતંકવાદીઓ પ્રત્યે વધારે વિપક્ષ નિષ્ઠાવાન છે.રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે માયાવતી અખિલેશ યાદવ સાથે એક સ્ટેજ પર જોવા મળી રહ્યા છે તેનો શ્રેય પણ અમને જ જાય છે કારણકે અમે જ રાજ્યમાં સુરક્ષિત વાતાવરણ બનાવ્યું છે જેથી આ શક્ય બન્યું છે.

Related posts

SBI ने 15 दिन में बैंक ने दूसरी बार घटाई FD की ब्याज दरें

aapnugujarat

अदालत में पेश हुए विजय माल्या, खुद को बताया निर्दोष

aapnugujarat

तमिलनाडु: नेवेली लिग्नाइट कॉर्पोरेशन में बॉयलर ब्लास्ट, 5 की मौत

editor

Leave a Comment

UA-96247877-1