Aapnu Gujarat
શિક્ષણ

આદિવાસી ગામના યુવાનને મળી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રીસર્ચ કરવાની તક

મહારાષ્ટ્રના વડ જિલ્લાના આદિવાસી ગામ બુધવાલીનો રહેવાસી એક ગરીબ યુવકે પ્રતિષ્ઠિત રોયટર્સ ફેલોશિપ પ્રાપ્ત કરી છે.
આ ફેલોશિપના આધારે પત્રકાર તેજસ હદપ ઓક્સફર્ડ યૂનિવર્સિટીમાં રીસર્ચ કરશે. સપ્ટેમ્બર ૨૦૧૯માં ઓક્સફર્ડ જઈ રહેલા તેજસે રીસર્ચ માટે ‘ટ્રાન્ઝિશન ઈન મીડિયા’ વિષયની પસંદગી કરી છે.મળતી જાણકારી મુજબ તેજસ અત્યંત ગરીબ પરીવારમાંથી આવે છે. તેમની માતા મજૂરી કામ કરે છે, અને પિતા કડિયાકામ કરે છે. તેજસને સારુ ભણતર મેળવવા માટે શરુઆતના દિવસોથી એ સ્તરની કોઈ સુવિધાઓ નથી મળી. સુવિધાઓ વગર તેમણે તેમના ગામની શાળામાં ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પત્રકારત્વના અભ્યાસ માટે મુંબઈમાં એડમિશન લીધુ.મુંબઈની પ્રતિષ્ઠિત રુઈયા કોલેજમાંથી બેચલર ઓફ માસ મીડિયાની ડિગ્રી મેળ્યા બાદ તેમના માટે નોકરી કરવી ખુબજ જરૂરી હતી. આ સ્થિતિમાં તેમણે એક શિક્ષણ સંસ્થામાં નોકરી શરુ કરી દીધી. એક વર્ષ નોકરી કર્યા પછી તેજસને એક આર્થિક અને રાજકીય સાપ્તાહિક સમાચારપત્રમાં પ્રૂફરીડરની નોકરી મળી ગઈ. આ સમય દરમિયાન તેમણે ઓક્સફર્ડ યૂનિવર્સિટીમાં ‘ટ્રાન્ઝિશન ઈન મીડિયા’ વિષય પર રોયટર્સ ફેલોશિપ માટે અરજી કરી હતી. હવે તેજસ સપ્ટેમ્બર ૨૦૧૯માં ઓક્સફર્ડ યુનિવર્સિટી જશે.

Related posts

अमिताभ बच्चन को आई फैंस की याद

editor

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

વિરમગામની નીલકી પ્રાથમિક શાળામાં ગણીત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1