Aapnu Gujarat
મનોરંજન

હું નસીબદારુ છું કે મને ચેલેન્જિંગ પાત્ર ભજવવાની તક મળી છેઃ યામી ગૌતમ

અભિનેત્રી યામી ગૌતમનું માનવું છે કે ’ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં તેણે ભજવેલા પાત્રને કારણે તેને ’બાલા’માં કામ કરવાની તક મળી છે. યામીનું માનવું છે કે ફિલ્મ નિર્માતાઓની નજરમાં એક એક્ટરની સારી ઇમેજ મજબૂત બનાવવા માટે કેટલીક સારી ફિલ્મો અને મજબુત પાત્રો મહત્વનો રોલ ભજવે છે.
યાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે મારું માનવું છે કે અમે એક્ટર્સ દરેક ફિલ્મ સાથે નવાનવા અનુભવો મેળવીએ છીએ. અમે જે ફિલ્મો કરીએ છીએ એનાથી અમારી ક્ષમતાનો અંદાજ લગાવવામાં આવે છે. અમે શું છીએ અને શું કરવા યોગ્ય છીએ એનો માપદંડ અમે કરેલી ફિલ્મો છે. હું નસીબદાર છું કે મને ચેલેન્જિંગ પાત્ર ભજવવાની તક મળી છે.
યામીએ ઉરીમાં ઇન્ટેલિજન્સ ઓફિસરનો રોલ કર્યો છે અને રોલને કારણે તેને નવી જ ઇમેજ મળી છે. યામીને લાગે છે કે તેના આ રોલની મદદથી જ તેને ’બાલા’માં કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને ભુમિ પેડનેકર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં યામી એક સુપરમોડલના રોલમાં જોવા મળશે.

Related posts

પ્રિયંકા દોસ્તાના-૨માં જોવા મળે તેવી શકયતા

aapnugujarat

દીપિકા ૨૦૨૧માં છવાયેલી રહેશે

editor

અમિતભાની રિમેક ફિલ્મોને કારણે રજનીકાંત બન્યાં સુપરસ્ટાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1