Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફાની વાવાઝોડુ : ઑડિશામાં મૃત્યુઆંક ૪૧ થયો

ઓડિશામાં તાજેતરમાં આવેલા વાવાઝોડાનો મરણાંક વધીને બુધવારે ૪૧ થયો હતો. પુરીમાં વાવાઝોડાને લીધે ઘાયલ થયેલા વધુ ચાર જણ માર્યા ગયા હતા. રાજ્યમાં વીજળી પુરવઠો ફરી નિયમિત બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.વીજળી પુરવઠાના અભાવે ઘણી જગ્યાએ પાણીના પમ્પ માટે ડીઝલનાં જનરેટરો વાપરવા પડે છે.વાવાઝોડાને લીધે ૪૦૦ કિલોવૉટના પાંચ ટાવર, ૨૨૦ કિલોવૉટના ૨૭ ટાવર, ૧૩૦ કિલોવૉટના ૨૧ ટાવર, ૨૨૦ કિલોવૉટની ચાર ગ્રિડ અને ૧૩૨ કિલોવૉટની ચાર ગ્રિડને નુકસાન થયું હતું.વાવાઝોડાને કારણે વીજળીના ૧.૫૬ લાખ થાંભલા ઉખડી ગયા હતા. રાજ્યમાં અનેક સ્થળે ભેજનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે.સરકાર દ્વારા ભુવનેશ્ર્‌વર, પુરી અને અન્ય નગરોમાં રાહત કામગીરી ચલાવાઇ રહી છે તેમ જ ખાસ આરોગ્યસેવા પૂરી પાડવામાં આવી રહી છે.

Related posts

बीजेपी को युपी में झटका लगेगा : प्रियंका गांधी

aapnugujarat

राजनीति में धनबल के इस्तेमाल को लेकर उपराष्ट्रपति नायडू ने जताई चिंता

aapnugujarat

आतंकवादियों के खिलाफ सुरक्षाबलों का मास्टर प्लान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1