Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાના અહેવાલ સાથે કોર્ટમાં દાખલ કરાયેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ મામલે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્પષ્ટતા કરતા અપીલકર્તાઓને કહ્યું કે, કાગળ પર કોઈ રાહુલ ગાંધીને બ્રિટિશના નાગરિક ગણાવે, તો શું ખરેખરમાં તેઓ બ્રિટનનાં નાગરિક થઈ જશે? કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતા યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટનાં જયભગવાન ગોયલ અને હિન્દુ મહાસભાનાં ચંદ્રપ્રકાશ કૌશિકે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી. બંને અપીલકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સનાં રજિસ્ટ્રાર ઓફ કંપની વિરુદ્ધ બૈકોપ્સ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા દસ્તાવેજોમાં આ અંગેની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.અપીલકર્તાઓએ કહ્યું કે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી લડવા માટે યોગ્ય નથી કારણકે તેઓ ભારતીય નાગરિકતા ધરાવતા નથી. આ અગાઉ અમેઠીનાં રિટર્નિંગ ઓફિસરે રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રનો સ્વીકાર કરતા તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા.

Related posts

મતદાર તરીકે માત્ર ૨૪૦૦૦ વિદેશી ભારતીયો નોંધાયેલા છે

aapnugujarat

बेनामी संपत्ति मामलाः राबड़ी देवी और तेजस्वी से आईटी की पूछताछ

aapnugujarat

દિલ્હીમાં શ્વાસ લેવો જોખમી, હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1