Aapnu Gujarat
રાષ્ટ્રીય

બોમ્બે હાઇકોર્ટે ૪૦ વર્ષ મોટા વ્યક્તિ સાથેના સગીરાના લગ્નને માન્ય રાખ્યા

ચાર વર્ષ પહેલા એક વકીલે પોતાનાથી ૪૦ વર્ષ નાની સગીરા સાથે લગ્ન કર્યા હતા. આ મામલે બોમ્બે હાઈકોર્ટે ચોંકાવનારો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, છોકરી હવે વયસ્ક થઈ ગઈ છે અને પતિ સાથે કાયદેસર રીતે પત્ની તરીકે રહેવા ઈચ્છે છે, તો આ લગ્નને માન્ય રાખવામાં આવે છે. વકીલની પત્નીનું ૨૦૧૪માં મોત થઈ ગયું હતું અને તેમણે ૨૦૧૫માં તેમણે બીજા લગ્ન કર્યા હતા.
હાઈકોર્ટે ૨ મેએ એડવોકેટને નિર્દેશ આપ્યો હતો કે, ૧૧ એકર જમીન છોકરીના નામે ત્રણ મહિનાની અંદર કરી દે અને ૭.૫ લાખ રૂપિયા તેના નામ પર જમા કરી દે. તેમાંથી ૬ એકર જમીન વકીલે પહેલા જ ઓફર કરી હતી. તે પછી તેમની સામે ચાલી રહેલા કેસ પર કોર્ટે સ્ટે લગાવી દીધો હતો. વર્ષ ૨૦૧૫માં જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે છોકરીની ઉંમર ૧૪.૫ વર્ષ હતી. વકીલે છોકરીના દાદા-દાદીને ૬ એકર જમીન આપવાનું વચન આપી લગ્ન કર્યા હતા.
જસ્ટિસ રંજીત મોરે અને ભારતી ડાંગરની બેંચે કહ્યું કે, જો કેસને ચાલુ રાખવામાં આવશે તો છોકરીને જ સહન કરવું પડશે, કેમકે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને સમાજમા કોઈ તેને પત્ની તરીકે સ્વીકાર નહીં કરે. બેંચે કહ્યું કે, અત્યારે છોકરીના ભવિષ્યને સુરક્ષિત રાખવું પહેલી પ્રાથમિકતા છે.
જોકે, હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, આ કેસની સ્થિતિઓને કારણે આવો આદેશ આપવામાં આવી રહ્યો છે અને તેને કોઈ ઉહાદરણ તરીકે ન જોવો જોઈએ. કોર્ટે આદેશના પાલન માટે ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સાથે જ, ફેબ્રુઆરી ૨૦૨૦માં ફરી એકવખત સુનાવણી થશે, જેમાં એ જોવામાં આવશે કે વકીલ છોકરી અને તેના અભ્યાસ પર યોગ્ય ધ્યાન આપી રહ્યા છે કે નહીં.

Related posts

ચૂંટણી વેળા રાહુલ જનોઇધારી હિન્દુ હોવા ઢોંગ કરે છે : યોગી

aapnugujarat

સુખોઇ ફાઇટર જેટથી પ્રથમ વખત બ્રહ્મોસનું પરીક્ષણ થયું

aapnugujarat

યુવતીઓ દ્વારા છેતરપિંડીના કેસ વધી રહ્યાં છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1