Aapnu Gujarat
બિઝનેસ

નાણાં મંત્રાલયે માન્યું કે થોડી સુસ્ત થઈ છે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ

ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે ૨૦૧૮-૧૯માં દેશની અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી થતી દેખાઈ છે, પરંતુ આવનારા વર્ષોમાં ઈકોનોમિક ગ્રોથ તેજ થવાનું અનુમાન છે. મિનિસ્ટ્રીએ માર્ચ માટેના પોતાના માસિક રિપોર્ટમાં જણાવ્યું કે, આ મંદી પાછળ પ્રાઈવેટ કન્ઝપ્શનની ગ્રોથ ઘટના, ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં સામાન્ય વૃદ્ધિ અને એક્સપોર્ટની ગતિ ધીમી રહેવા જેવા પ્રમુખ કારણો છે.
દેશના સ્ટૈટિસ્ટિક્સ ઓફિસે ૨૮ જાન્યુઆરીના રોજ જાહેર પોતાના અનુમાનમાં નાણાકીય વર્ષ ૨૦૧૯માં જીડીપી ગ્રોથ ૭ ટકા રહેવાની વાત કહી હતી. આ અનુમાનથી ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ આશરે ૬.૫ ટકા હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું કે સપ્લાયને લઈને પડકાર એગ્રીકલ્ચર સેક્ટરના ગ્રોથમાં કમીને રોકવા અને ઈન્ડસ્ટ્રીના ગ્રોથને જાળવી રાખવાનો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોનિટરી પોલિસી દ્વારા ગ્રોથને ગતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત મહિને થયેલા પોલિસી રિવ્યુમાં રેપોરેટને ૦.૨૫ ટકા ઘટાડ્યો હતો.આ પહેલા ફેબ્રુઆરીમાં રેપો રેટમાં આટલો જ ઘટાડો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મોનિટરી પોલિસીમાં છૂટ આપવાથી ગ્રોથને વેગ મળશે, પરંતુ રેપો રેટમાં અત્યારના ઘટાડાની અસર બેંકોના લેંડિંગ રેટ પર હજી સુધી પડી નથી. આ કારણે ઈન્વેસ્ટમેન્ટમાં તેજી નથી આવી. કન્ઝ્યુમર અને હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સથી માપવામાં આવતા ઈન્ફ્લેક્શનમાં ૨૦૧૮-૧૯માં ઘટાડો આવ્યો હતો. જો કે તાજેતરના સમયગાળામાં આમાં સામાન્ય તેજી આવી છે.ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં પ્રભાવી એક્સચેંજ રેટ વધ્યો છે અને આનાથી શોર્ટ ટર્મમાં દેશમાંથી થનારા એક્સપોર્ટમાં વધારાના રસ્તામાં રુકાવટ આવી શકે છે. ટ્રેડ બેલેન્સમાં સુધારાથી ચોથા ક્વાર્ટરમાં ફોરેન એક્સચેંજ રિઝર્વમાં વધારો થયો છે. કરન્ટ ડેફિસિટ પણ ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીના ૨.૬ ટકા નીચે આવવાની સંભાવનાઓ છે.

Related posts

૧૦ કંપનીઓની માર્કેટ મૂડી ૧ લાખ કરોડ સુધી ઘટી ગઈ

aapnugujarat

सोना चार और चांदी तीन माह के उच्चतम स्तर पर

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીમાંથી ૩૦૦૦ કરોડ ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1