Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહાભારત-રામાયણમાં હિંસા હતી તો હિંદુઓ હિંસક કેવી રીતે નથી : યેચુરી

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા સુધી પહોંચતામાં તો નેતાઓના નિવેદનને મામલે બેફામ બની રહ્યા છે. ચૂંટણી પંચ ઘણા નિવેદનો પર કાર્યવાહી કરી ચૂક્યું છે પરંતુ નેતાઓ અટકવાનું નામ લેતા નથી. તાજેતરમાં સીપીઆઇ (એમ)ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનું નિવેદન આવ્યું જેમાં તેમણે પ્રશ્ન કર્યો છે કે શું હિન્દુ હિંસક નથી તે દાવો બરાબર છે?
સીતારામ યેચુરીએ કહ્યું કે રામાયણ અને મહાભારત પણ યુદ્ધ અને હિંસાથી ભરપુર હતા પરંતુ એક પ્રચારક તરીકે તમે માત્ર મહાકાવ્ય તરીકે તેને ગણાવો છે અને તેના પછી પણ દાવો કરો છે કે હિંદુ હિંસક નથી.યેચુરી બોલ્યા કે એવામાં કોઈ એક ધર્મને હિંસા સાથે જોડવાનો શું મતલબ છે. નોંધનીય છે કે આ ચૂંટણી પ્રચારમાં હિન્દુ અને હિન્દુત્વ સાથે સંકળાયેલા ઘણા એવા નિવેદનો છે જે ચર્ચામાં છે અથવા જેને લઇને વિવાદ પણ થયો છે.આ વિવાદ અગાઉ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી પોતાના ઉમેદવાર બનાવ્યા ત્યારે હિંદુ આતંકવાદની થિયરી પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ અનેક વખત કહ્યું કે કોંગ્રેસ જે હિન્દુ આતંકવાદના નામ પર હિન્દુઓનું અપમાન કરે છે, સાધ્વી પ્રજ્ઞા તેના જ વિરુદ્ધ અમારો જવાબ છે.

Related posts

મેલબોર્ન ટેસ્ટ : ભારતને જીતવા બે વિકેટની જરૂર

aapnugujarat

બાબા રામ રહીમ જેલમાં કેદી નંબર ૧૯૯૭ બન્યાં

aapnugujarat

पाक ने संघर्षविराम का किया उल्लंघन, एक जवान शहीद

editor

Leave a Comment

UA-96247877-1