Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ચીનને પછડાટ : મસૂદ અંતે વૈશ્વિક ત્રાસવાદી જાહેર થયો

આતંકવાદના મોરચા પર ભારતને મોટી જીત હાંસલ થઇ છે. સંયુક્ત રાષ્ટ્રે આજે ચીન અને પાકિસ્તાનની તમામ દલીલોને ફગાવી દઇને પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો હતો. આની સાથે જ મસુદ અઝહરના ખરાબ દિવસોની શરૂઆત થઇ ગઇ છે. ભારત અને ફ્રાંસ સહિતના દેશોએ સંયુક્ત રાષ્ટ્રના આ પગલાનું સ્વાગત કર્યું છે. આતંકવાદી મસૂદના મુદ્દે ચીન દ્વારા વારંવાર અડચણો ઉભી કરવામાં આવી રહી હતી પરંતુ ચીન ઉપર દિનપ્રતિદિન દબાણ વધ રહ્યું હતું. આ પહેલા ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ હેઠળ મસૂદને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવથી પોતાના પગલા પાછા ખેંચી લીધા હતા. હજુ સુધી મસુદ વારંવાર અડચણો ઉભી કરી રહ્યો હતો. સાથે સાથે આતંકવાદી હુમલાઓને અંજામ આપી રહ્યો હોવા છતાં ચીને તેનો સાથ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સઇદ અકબરુદ્દીને ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આ નિર્ણયમાં તમામ નાના મોટા એક સાથે આવ્યા હતા. મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં મુકવામાં આવ્યા બાદ મસૂદ ઉપર સકંજો વધુ મજબૂત થશે. મસુદના ત્રાસવાદી સંગઠને પુલવામામાં આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ચીને પોતાનું વલણ બદલી કાઢ્યું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અકબરુદ્દને ક્યું હતું કે, ચીને પોતાનું વલણ બદલી દીધું છે. પોતાના સદાબહાર મિત્ર પાકિસ્તાનને મદદ કરવાના ઇરાદા સાથે ચીન વારંવાર અડચણો ઉભી કરી રહ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હાલમાં જ ચીની પ્રમુખ શી જિંગપિંગ સાથે વાતચીત કરી હતી. આવી સ્થિતિમાં ચીનનું આ વલણ પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના છેલ્લા ૧૦ વર્ષમાં કરવામાં આવેલા પ્રયાસોને ફટકો પડી રહ્યો હતો. મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ચાર વખત પ્રયાસ થયા હતા. સૌથી પહેલા ૨૦૦૯માં ભારતે પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં ભારતની સાથે સાથે અમેરિકા અને બ્રિટને સાથે મળીને પ્રસ્તાવ મુક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની ૧૨૬૮ પ્રતિબંધ પરિષદની સમક્ષ આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ દેશોના સમર્થનની સાથે જ ભારતે ૨૦૧૭માં ત્રીજી વખત પ્રસ્તાવ મુક્યો હતો. આ તમામ પ્રસંગોએ ચને વીટોનો ઉપયોગ કરને અચડણો ઉભી કરી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી મસૂદ પર પ્રતિબંધ મુકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ ચીને માર્ચ મહિનામાં પણ વીટોનો ઉપયોગ કર્યો હતો. જો કે, આખરે ચીને શરણાગતિ સ્વીકારી છે. વૈશ્વિક દબાણ સમક્ષ ચીન ઝુંક્યું છે. ફ્રાંસે ૧૫મી માર્ચના દિવસે મસૂદ અઝહર પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મુક્યો હતો.

Related posts

कॉरपोरेट जगत, विदेशी निवेशकों को अब कर रियायतों की सौगात

aapnugujarat

3 Madhya Pradesh cadre IPS officers in consideration zone for ADG post in CBI

aapnugujarat

અરૂણાચલ પ્રદેશ વિદેશી પ્રવાસીને પ્રોત્સાહન અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1