Aapnu Gujarat
ગુજરાત

તાપી શુદ્ધીકરણના સંદેશ માટે નદી તટેથી પ્લાસ્ટિકની ૪,૦૦૦ બોટલ વીણી તરાપો બનાવ્યો

સુરતમાં તાપી નદીના શુદ્ધીકરણના મેસેજ માટે અનોખો પ્રયોગ કરાયો છે. યુવાનોએ તાપીના શુ્‌દ્ધીકરણનો સંદેશો આપવા માટે નદી તટેથી વીણેલી પ્લાસ્ટિકની બોટલનો તરાપો બનાવી વહેતો મૂક્યો છે. આ તરાપો પાણીમાં છોડી અને તેના પર સંદેશો લખાયો છે કે ’આઈ એમ નોટ ડસ્ટબીન’સુરતમાં ’તાપી બોલશે મને બચાવો’ અભિચાન હેઠળ આ તરાપો તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને વહેતો મૂકવામાં આવ્યો હતો.
સુરતમાં વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા આ અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ્‌સે તાપીના કિનારે પ્રવાસીઓ દ્વારા તેમજ મુલાકાતીઓ દ્વારા ફેંકવામાં આવતી બોટલો વીણી અને એકત્રિત કરી હતી. યુવાનોના આ ગ્રુપ દ્વારા આ બોટલનો ઉપયોગ કરીને એક તરાપો તૈયાર કરવામાં આવ્યો હતો. તાપીના શુદ્ધીકરણના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેના ભાગરૂપે જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. પ્લાસ્ટિકથી લઈને અન્ય કચરો ફેંકાવાના કારણે થતા નદીઓના પ્રદુષણને અટકાવવાના ભાગરૂપે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નદીઓના શુદ્ધીકરણ માટે અવારનવાર જનજાગૃતિ કાર્યક્રમો થતા રહે છે પરંતુ તેમ છતાં નદીઓની સફાઈ જાળવી શકાતી નથી. પ્લાસ્ટિકના અતિક્રમણની વચ્ચે પર્યાવરણના બચાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુથી આજે સુરતમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી.

Related posts

મતદાન કેન્દ્રો ખાતે તૈનાત કરાનારા માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓને રાજપીપલામાં અપાયેલી તાલીમ

aapnugujarat

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ઉપવાસ યોજે તે પૂર્વે હાર્દિકને સુરત પોલીસે અટકાવી દીધો

aapnugujarat

कालुपूर सहित के रेलवे स्टेशन पर थेपला – ढोकला मिलेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1