Aapnu Gujarat
ગુજરાત

મતદાન કેન્દ્રો ખાતે તૈનાત કરાનારા માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓને રાજપીપલામાં અપાયેલી તાલીમ

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮- નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે આગામી તા.૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ યોજાનારી ચૂંટણી અંતર્ગત નિયત કરાયેલા મતદાન કેન્દ્રો ખાતે ફરજ ઉપર તૈનાત કરાનારા માઇક્રો ઓબ્ઝર્વર્સની કામગીરી સબબ તાજેતરમાં રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલા તાલીમ વર્ગમાં વિવિધ બેંકોના ૧૪૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી સમજ અને માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાનારા અધિકારીઓ/કર્મચારીઓ તેમને સોંપાયેલી ફરજો અને કામગીરી સુચારૂ રીતે પાર પડી શકે તે માટે વિવિધ કામગીરીલક્ષી તાલીમ માટે કરાયેલા આયોજનના ભાગરૂપે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા અને જિલ્લા ચૂંટણીતંત્રના અન્ય અધિકારી-કર્મચારીગણની ઉપસ્થિતિમાં તેમજ માઇક્રો ઓબ્ઝર્વર્સ માટેના નોડલ અધિકારીશ્રી અને લીડ બેંક મેનેજરશ્રી વિજયભાઇ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ માટેનાં રાજ્યકક્ષાનાં માસ્ટર્સ ટ્રેનર અને કરજણ તાલુકાનાં પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતે ઉપસ્થિત તાલીમાર્થીઓને વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતનાં ચૂંટણીપંચ દ્વારા જિલ્લામાં નિમાયેલા ચૂંટણી પ્રક્રિયાના જનરલ નિરીક્ષકશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં નિયત કરાયેલા મતદાન કેન્દ્રો ખાતે માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓ તેમની ફરજ બજાવતા હોય છે. આ માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓ મતદાનના દિવસે ભારતનાં ચૂંટણી પંચની આદર્શ આચાહસંહિતાનાં અમલ સાથે મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે માટે મતદાન મથક ખાતેના ફરજ પરનાં સ્ટાફ દ્વારા થનારી કામગીરી અને ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ મતદાન મથક ઉપરની તમામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને તેનો સીધો અહેવાલ કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રીને સુપ્રત કરશે.

Related posts

રેલવેની ટિકિટ બ્લોક કરતાં સોફ્ટવેર ડિસ્ટ્રીબ્યુટરની ધરપકડ

aapnugujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણી : જિલ્લાના પ્રત્યેક તાલુકામાં બે જાહેર યોગ શિબિરોનું આયોજન

aapnugujarat

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1