Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા માટે કોંગ્રેસ ઇચ્છુક

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસે પક્ષ સાથે છેડો ફાડનાર અને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની મહત્વની કવાયત હાથ ધરી છે. અલ્પેશ ઠાકોરને હવે ધારાસભ્યમાંથી કમી કરવા માટે કોંગ્રેસ શરૂ કરેલી કાર્યવાહીને પગલે હવે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ઠાકોર સેનામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જો કે, ઠાકોર સેનાનો બહુ મોટો વર્ગ પણ હવે અલ્પેશ ઠાકોરની વિરૂધ્ધમાં પડયો છે. જેથી આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધવાની છે તે નક્કી છે. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી છે. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તા.૧૦ એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો. હવે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરની ધારાસભ્યપદેથી હકાલપટ્ટીની ગંભીરતાપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સાબરકાંઠા પોલીસે પિસ્તોલ અને કારતુસ સાથે સાત શખ્સો ઝડપાયા

editor

वडोदरा जिला पंचायत के अध्यक्ष के चुनाव में ईलाबेन चौहाण ने कांग्रेस की नीला उपाध्याय को हराया

aapnugujarat

જામનગરમાં વિશ્વના મોટા પ્રાણી સંગ્રહાલયને હાઈકોર્ટની લીલીઝંડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1