Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઈરાનથી તેલ ખરીદવા પર અમેરિકાના પ્રતિબંધ બાદ ભારત મોટા તેલ ઉત્પાદક દેશો પાસેથી કરશે ભરપાઈ : ધર્મેન્દ્ર પ્રધાન

એપ્રિલ બાદ ઈરાન પાસેથી તેલની આયાત ચાલું રાખનારા દેશો પર પ્રતિબંધની અમેરિકાની ધમકી વચ્ચે ભારતે કહ્યું કે, તે પોતાની કાચા તેલની ભરપાઈ મોટા તેલ ઉત્પાદક દેશોમાંથી આયાત વધારીને કરશે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ટ્‌વીટ કરીને ઈરાનથી તેલ આયાર રોકાવા પર થનારી કમીની ભરપાઈની યોજના જણાવી છે. તેમણે ટ્‌વીટ કર્યું, સરકારે ભારતીય રિફાઇનરિઓને પૂરતી માત્રામાં કાચા તેલની આપૂર્તિ નક્કી કરવા માટે પ્રભાવી યોજના બનાવી છે. બીજી મોટા તેલ ઉત્પાદક દેશો પાસેથી વધારાની ઘટ પૂરી કરાશે. ભારતીય રિફાઇનરિઓ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદકોની માગ પૂરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હકીકતમાં અમેરિકાએ ભારત સહિત આઠ દેશોને છ મહિના સુધી ઈરાન પાસેથી સીમિત માત્રામાં તેલ આયાતની છૂટ આપી હતી. તેમાં વધુ પડતા એશિયાઈ દેશ હતા. પરંતુ સોમવારે અમેરિકાએ ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, તુર્કી વગેરે દેશોને ૧ મેથી ઈરાન પાસેથી તેલ આયાત રોકવા માટે કહ્યુ હતું. આ સમાચારથી ભારતીય શેર બજારમાં ભૂકંપ આવ્યો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જની સેન્સરી ઇન્ડેક્સ સેન્સેક્સ ૪૯૫ પોઈન્ટ તૂટીને બંધ થયો હતો. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સોમવારે કહ્યું કે, ઈરાનથી પુરવઠો ઘટવાની સ્થિતિમાં સાઉદી અરબ અને પેટ્રોલિયમ આયાત સંગઠનોનું સંગઠન (ઓપેલ)એ અન્ય સભ્યોએ વધુ ઉત્પાદન કરવું પડશે. વિશ્વમાં તેલનું સૌથી મોટું નિકાસકાર સાઉદી અરબે કહ્યું કે, તે કાચા તેલનો પૂરતો પુરવઠો કરવા માટે બીજા તેલ ઉત્પાદકો સાથે તાલમેલ કરશે. આમ તો ભારતે પ્રતિબંધના પૂર્વનિર્ધારિત સમયગાળાને ધ્યાનમાં રાખીને ઓપેક, મેક્સિકો અને અમેરિકામાંથી તેલ આયાત પહેલા વધારી રાખી છે, જેથી ઈરાનમાંથી આયાત રોકાવા પર કમીની ભરપાઈ થઈ શકે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટુ તેલ નિકાસકાર હોવાની સાથે-સાથે ઈરાની તેલનો બીજો સૌથી મોટો ગ્રાહક છે.

Related posts

Robert Vadra appears before ED again in Money laundering case

aapnugujarat

ચોકીદાર સિંહ છે,ભાજપ આ વખતે ૨૦૧૪ કરતા પણ વધુ બેઠકો જીતશે યોગી આદિત્યનાથ

aapnugujarat

દાઉદના ભત્રીજાને ભારત લાવવા પ્રયાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1