Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ૧૦૦ મહિલાઓના બળાત્કારના ગુનામાં ૭૧ વર્ષના વૃદ્ધને સજા

અમેરિકાના લુઈસિયાના રાજ્યના સેન્ટ્રલ લુઈસિયાનામાં એક ૭૧ વર્ષીય વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. હાર્વે જોસેફ ફાઉન્ટેન નામક આ વ્યક્તિ પર જે આરોપ છે તેને સાંભળીને તમે ચોંકી જશો. ફાઉન્ટેન પર ૧૦૦ મહિલાઓનો બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. ફાઉન્ટેનની આ મહિને ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે ૧૦ વર્ષથી આ ગુનામાં શામેલ હતો. લુઈસિયાનાની ઑથોરિટીઝ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ફાઉન્ટેન પર ફર્સ્ટ ડિગ્રી રેપના આરોપ લાગ્યા છે અને તેણે રેપના જેટલા પણ ગુના કર્યુ તેમાંથી મોટાભાગની પીડિત સગીર હતી.
હાર્વે જોસેફ ફાઉન્ટેન પર ૭૦ અને ૮૦ના દશકમાં પાઈનવિલે સિટીમાં સગીર પીડિતોના રેપનો આરોપ છે. આ કેસની તપાસમાં રેપિડ્‌ઝ પેરિશ શેરિફની ઓફિસે જાસૂસો રોક્યા હતા. તેમને ફાઉન્ટેન સામે પુરાવા મળ્યા અને નવ એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી. ફાઉન્ટેન પર જે આરોપ લાગ્યા છે તેમાંથી ૫૦ આરોપ ફર્સ્ટ ડિગ્રી રેપના છે. શેરિફની ઓફિસ તરફથી આ માહિતી આપવામાં આવી છે. જાસૂસોએ જેમ જેમ કેસની તપાસ શરૂ કરી તેમ તેમ તેમને ઘણા ઠોસ પુરાવા મળતા ગયા. ત્યારબાદ ફાઉન્ટેન પર કેસ નોંધવામાં આવ્યો. ફાઉન્ટેન એક મિલિયન બૉન્ડ પર જેલમાં રહેશે.
પીડિત જે ૧૩ વર્ષથી ઓછી ઉંમરની હતી તેની સાથે ફાઉન્ટને જબરદસ્તી કરી હતી. કોઈને ગંભીર ઈજા આવી તો કોઈનું મૃત્યુ થઈ ગયુ હતુ. કોઈ પીડિત વિકલાંગ હતી તો કોઈ વૃદ્ધ મહિલા. રેપિડ્‌ઝ પેરિશ ડિસ્ટ્રીક્ટ એટોર્નીની ઓફિસ તરફથી આના પર કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યુ.

Related posts

फिटबिट को खरीदेगी गूगल

aapnugujarat

बगदाद में अमेरिकी दूतावास के बाहर हमला

aapnugujarat

પાકિસ્તાને નવ સ્થળ પર તેના પરમાણુ હથિયારોને રાખ્યા છે : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1