Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જલિયાવાલા બાગ હત્યાકાંડ પર પીએમ થેરેસા મેએ ખેદ વ્યક્ત કર્યો

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ ૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પર ખેદ વ્યક્ત કર્યો છે. થેરેસાએ બુધવારે સંસદની સામે કહ્યું કે, તેઓને આ ઘટના અને તેનાથી પેદા થયેલા કષ્ટો પર શોક છે. જો કે, આ દરમિયાન તેઓએ એકવાર પણ માફી નથી માંગી. જેના સામે સંસદમાં વિપક્ષના નેતા જેરેમી કોર્બિને થેરેસાને સ્પષ્ટ અને વિસ્તૃત માફી માગવાનું કહ્યું.
૨૦૧૦થી ૨૦૧૬ સુધી બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરૂને પણ ૨૦૧૩માં ભારતની મુલાકાત દરમિયાન તેને ઇતિહાસની સૌથી શરમજનક ઘટના ગણાવી હતી. જો કે, તેઓએ પણ સ્પષ્ટ રીતે માફી નહોતી માંગી.
આ શનિવારે જલિયાવાલા બાગ હત્યાકાંડની ૧૦૦મી જયંતિ છે. અમૃતસરમાં ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જલિયાવાલા હત્યાકાંડમાં બ્રિટિશ સૈનિકોએ ખુલ્લેઆમ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યુ હતું. રેકોડ્‌ર્સ અનુસાર, આ નરસંહારમાં ૪૦૦થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. જો કે, ભારતીય અધિકારીઓનો દાવો છે કે, તેમાં ૧૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બાળકો અને સ્ત્રીઓ પણ સામેલ હતી.

Related posts

ઉત્તર કેલિફોર્નિયામાં સાત જગ્યાએ ફાયરીંગથી દહેશત

aapnugujarat

ईरान के खिलाफ ‘आर्थिक आतंकवाद’ फैला रहा है US : हसन रूहानी

aapnugujarat

શ્રીલંકાના નેગોંબોમાં સ્થાનિક સિંહલા જૂથ અને મુસ્લિમો વચ્ચે રમખાણો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1