Aapnu Gujarat
બિઝનેસ

ભારત ઇકોનોમિક ગ્રોથમાં સતત બીજીવાર ચીનને મ્હાત આપશેઃ આઇએમએફ

ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અનુસાર, ભારત વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે યથાવત રહેશે. આઇએમએફનું અનુમાન છે કે, વર્ષ ૨૦૧૯માં ભારતની ઇકોનોમિ ૭.૩ ટકા અને ૨૦૨૦માં ૭.૫ ટકાની ઝડપે વધશે.
અર્થવ્યવસ્થાની ઝડપ વધવાનું મુખ્ય કારણ અહીં વધતો જતું રોકાણ અને વપરાશમાં વધારો છે. ગત વર્ષે ૨૦૧૮માં ભારતનો ગ્રોથ રેટ ૭.૧ ટકા હતો જ્યારે ચીનનો ગ્રોથ રેટ માત્ર ૬.૬ ટકા હતો. આઇએમએફએ ચીનનો ગ્રોથ રેટ ૨૦૧૯માં ૬.૩ ટકા અને ૨૦૨૦માં ૬.૧ ટકા હોવાનો અનુમાન લગાવ્યો છે.
આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક અગાઉ જાહેર કરવામાં આવ્યો છે. આઇએમએફએ ગત નાણાકીય વર્ષ સહિત અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતની જીડીપીમાં વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડ્યો છે. આઇએમએફએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને ૩.૩ ટકા કર્યુ છે. આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે એક નિવેદનમાં કહ્યું કે, આ ત્રિમાસિક રિપોર્ટમાં ૨૦૧૯માં દરમિયાન વિશ્વની ૭૦ ટકા અર્થવ્યવસ્થામાં સુસ્તી આવવાનું અનુમાન છે. યુરો ક્ષેત્રમાં આ સુસ્તી ઝડપી બનશે, ખાસ કરીને જર્મની અને ઇટલીની અર્થવ્યવસ્થા ધીમી પડશે. આ ઉપરાંત યુરોપિયન યુનિયનથી અલગ થવાને લઇને યથાવત તણાવના કારણે આઇએમએફએ બ્રિટનના આર્થિક દ્રશ્યને આ વર્ષ અને આગામી વર્ષ માટે ઘટાડી દીધું છે. વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ચીનની વૃદ્ધિ ૬.૩ ટકા અને ભારતની આર્થિક વૃદ્ધિ ૭.૩ ટકા રહેવાનું અનુમાન છે.

Related posts

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૬૦,૪૨૨ કરોડ ઘટી

aapnugujarat

ઉત્તરપ્રદેશનાં નાના શહેરોને હવે વિમાની સેવા મળી શકશે

aapnugujarat

विदेश व्यापर के लिए ८४५० करोड़ के इंसेंटिव्स का ऐलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1