Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૬૦,૪૨૨ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મુડી સંયુક્ત રીતે ૬૦૪૨૨.૫૪ કરોડ સુધી ઘટી ગઇ છે. આરઆઇએલની માર્કેટ મુડીમાં સૌથી વધારે ઘટાડો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન થયો છે. છેલ્લા સપ્તાહમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લિમિટેડ, આઇટીસી, એચડીએફસી બેંક, મારૂતિ સુઝુકી ઇન્ડિયા અને ઓએનજીસીની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ઘટાડો થયો છે. ગયા શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટોપની ચાર કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે. આરઆઇએલની માર્કેટ મુડી ૩૯૩૨૮.૩૪ કરોડ ઘટી ગઇ છે. જેથી તેની મુડી ઘટીને હવે ૫૫૯૫૨૬.૩૩ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મુડીમાં ૧૦૭૮૨.૮૪ કરોડનો ઘટાડો થતા તેની મુડી ૨૭૨૪૦૨.૩૧ કરોડ થઇગઇ છે. આઇટીસીની માર્કેટ મુડી ૪૯૩૫.૧૩ કરોડ ઘટીને હવે ૩૧૮૪૬૮.૩૭ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૩૧૧૬.૨ કરોડ સુધી ઘટીને ૪૭૦૪૫૪.૭૬ કરોડ થઇ ગઇ છે.
મારૂતિ સુઝુકીની માર્કેટ મુડી આ ગાળા દરમિયાન ૧૫૫૪.૨ કરોડ ઘટીને હવે ૨૪૬૬૪૬.૮૬ કરોડ થઇ ગઇ છે. છેલ્લ સપ્તાહમાં ઓએનજીસીની માર્કેટ મુડીમાં પણ ઘટાડો થયો છે. તેની મુડી ઘટીને ૨૪૪૮૫૮.૧૩ કરોડ થઇ ગઇ છે. આની બિલકુલ વિરુદ્ધમાં ટીસીએસની માર્કેટ મુડીમાં ૧૭૩૪૩.૪૪ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મુડી વધીને હવે ૫૧૭૪૮૯.૩૬ કરોડ સુધી પહોંચી ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મુડીમાં વધારો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મુડીમાં પણ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ એસબીઆઇની માર્કેટ મુડીમાં આ ગાળા દરમિયાન ૭૦૭૮.૨૮ કરોડનો વધારો થયો છે. જેથી તેની મુડી ૨૮૭૬૧૯.૯૨ કરોડ સુધી થઇ ગઇ છે. ટોપ ટેન રેન્કિંગની વાત કરવામાં આવે તો આરઆઇએલ હજુ પ્રથમ સ્થાને અકબંધ છે. જ્યારે ટીસીએસ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહના ગાળામાં કારોબારમાં શેરબજારમાં ઉદાસીનતા રહી હતી. સેંસેક્સમાં ૩૭૧ પોઇન્ટનો ઘટાડો થયો હતો. જેથી કારોબારી દિશાહીન રહ્યા હતા. આવી જ રીતે નિફ્ટી ૧૩૧ પોઇન્ટનો ઘટાડો રહ્યોહતો. જેથી શેરબજારમાં વધારે રોકાણ કરવા માટે કોઇ કારોબારી તૈયાર દેખાયા ન હતા. શેરબજારમાં હાલમાં છેલ્લા કેટલાક સપ્તાહથી સતત ઉથલપાથલ રહી છે.

Related posts

GST collection cross Rs 1 lac-cr mark for Dec 2019

aapnugujarat

હજી પણ અનિલ અંબાણી પર એક લાખ કરોડ રૂપિયા કરતા વધારે દેવુ છે

aapnugujarat

बैंक अकाउंट में जीरो बैलेंस वालों के लिए RBI का बड़ा कदम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1