Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ વડાપ્રધાન બન્યા તો ઘણી ક્રાંતિઓ થશે : સામ પિત્રોડા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડએ કહ્યું છે કે, રાજીવ ગાંધીની સરકારમાં દૂરસંચાર ક્રાંતિ થઇ હતી, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી બાદ જો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દેશમાં વિભિન્ન ક્ષેત્રોમાં ઘણી ક્રાંતી થશે અને તેમણે દાવો કર્યો કે, ગાંધીના નેતૃત્વમાં સરકાર બની તો દેશ ૧૦% વિકાસદરથી આગળ વધશે.
લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસના પ્રચારમાં જોડાયેલા સામ પિત્રોડાએ મોદી સરકારના આર્થિક વિકાસ સાથે જોડાયેલા દાવા પર કહ્યું કે, આ લોકો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા ડેટા સાથે ચેડા કરી રહ્યાં છે.
તમે લોકો પાસે જશો તો ખ્યાલ આવશે કે લોકો પાસે નોકરી નથી, લોકોનો વ્યવસાય નથી ચાલી રહ્યો.
સામ પિત્રોડાએ કહ્યું, અમારે તો વિકાસ કરવો જ છે પરંતુ અમારે તે જોવું પડશે કે અમારો વિકાસ દર ૫%, ૬% છે, કે પછી ૧૦%. હું ઇચ્છું છું કે દેશા આગામી ૨૦ વર્ષો સુધી ૧૦% વિકાસ દરથી આગળ વધે.
૧૦% વિકાસ દર શક્ય છે. જો રાહુલજીના નેતૃત્વમાં સરકાર બનશે તો અમે ૧૦% વિકાસ દર શક્ય બનાવીને દેખાડીશું.

Related posts

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૨ લાખ કરોડનું રોકાણ

aapnugujarat

એરસેલ-મેક્સિસ ડિલમાં કાર્તિ ચિદમ્બરમની સંપત્તિ જપ્ત થઈ

aapnugujarat

અમરનાથ યાત્રા : ૧ લાખ કરતાં પણ વધુ લોકોના નામની નોંધણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1