Aapnu Gujarat
બિઝનેસ

FPI માટે મૂડીરોકાણ મર્યાદા વધારે ઉદાર કરવા તૈયારી

રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર એચ.આર. ખાનના નેતૃત્વમાં સિક્યુરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટે મૂડીરોકાણ મર્યાદાને વધુ ઉદાર કરવા માટેની તૈયારી કરી લીધી છે. મૂડીરોકાણ મર્યાદાને વધુ ઉદાર કરવા ટૂંકમાં જ તેના દ્વારા ભલામણ કરવામાં આવનાર છે. એફપીઆઈ, એફડીઆઈ કેપને ઉદાર કરવામાં આવી શકે છે. એફપીઆઈને એફડીઆઈ નિયમો હેઠળ સેક્ટરલ મર્યાદા સુધી રોકાણ કરવા એફપીઆઈને મંજુરી આપવામાં આવી શકે છે. મૂડીરોકાણ મર્યાદા વધુ ઉદાર કરવામાં આવી રહી છે. એફપીઆઈ, એફડીઆઈ, ફોરેન વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટરો માટે માર્ગદર્શિકા ઉદાર કરવામાં આવી શકે છે. એફપીઆઈના ચોક્કસ પ્રકારના લેવડદેવડ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને વધુ ઝડપી કરવામાં આવનાર છે. કેટેગરી-૨ એફપીઆઈ માટે બ્રોડ આધારિત લાયકાત સંબંધિત માપદંડોને પણ હળવા કરવામાં આવી શકે છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પેનલ દ્વારા જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. આનાથી મોટો ફાયદો થશે.

Related posts

मामूली बढ़त के साथ बंद हुआ शेयर बाजार

aapnugujarat

કેન્દ્ર પાસે રાજ્યોને જીએસટીનું વળતર ચૂકવવા નાણાં નથી

editor

આરબીઆઇ ગુરુવારે બજારમાં રૂપિયા ૮,૦૦૦ કરોડ ઠાલવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1