Aapnu Gujarat
ગુજરાત

બીઆરટીએસ કોરીડોરમાં એસટી પર પણ પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં બીઆરટીએસ કોરીડોરમાં ખાનગી વાહનો પ્રવેશ કરે તો દંડ ફટકારવામાં આવે છે પરંતુ એસટી નિગમની બસો પણ બીઆરટીએસ કોરીડોરમાં ચલાવાતી હોવાની ફરિયાદો ઉઠી છે.
એસટી નિગમ દ્વારા શહેરના ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે એક સુચના પત્ર લગાવી જણાવ્યુ છે કે, એસટી નિગમની બસોને બીઆરટીએસ ટ્રેકમાંથી હંકારવી નહી અને જો કોઈ બસને બીઆરટીએસ કોરીડોરમાં હંકારવામાં આવશે તો ડંક્ટર અને ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સિવાય નરોડા તરફની કેટલીક બસો નિગમના મુખ્ય બસ સ્ટેશન સુધી લઈ જવામાં આવતી નહોતી ત્યારે તેની પણ સુચના અપાઈ છે કે, તમામ બસોને નીગમના નિર્ધારીત બસ સ્ટોપ સુધી લઈ જવાની રહેશે. તથા નિગમ દ્વારા બે એસટી બસોના રૂટ નક્કી કરવામાં આવ્યાં છે તે સિવાયના રૂટ પરથી બસને જતા-આવતા માલુમ પડશે તો તેની ગંભીર નોધ લઈ ખાતાકીય કાર્યવાહી કરવાની સુચના પણ અપાઈ છે.

Related posts

સુરતમાં બેગમાંથી નવજાત બાળકી મળતાં ખળભળાટ

aapnugujarat

વડોદરા શહેર ખાતે યોજાનાર મોદી ફેસ્ટમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા ઉપસ્થિત રહેશે  

aapnugujarat

વયોવૃદ્ધ પટેલને લાફો મારનાર રાવળનું નામ ફરી ચર્ચામાં રહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1