Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીના ૫૫ લાખ નવ કરોડમાં કઈ રીતે ફેરવાયા : સંબિત પાત્રા

ભાજપે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આવકના જાણીતા સાધનોની સામે વધારાની સંપત્તિ રાખવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ભાજપે આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે ૨૦૦૪માં રાહુલ ગાંધીએ પોતાના ઉમેદવારીપત્રમાં ૫૫ લાખની સંપત્તિ દર્શાવી હતી જે ૨૦૧૪માં વધીને નવ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે આખરે આ મોટો વધારો કેમ થયો છે. તેમના કમાણીના એકમાત્ર સાધન તરીકે સાંસદ તરીકેની આવક છે. તેઓ કોઈ ડોકટર અથવ તો વકીલ તરીકેના પ્રોફેશનમાં સામેલ નથી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જમીન સોદાબાજી, ફાર્મહાઉસથી ભાડા અને એક પ્રોપર્ટી ડીલ પર પ્રશ્નો કરતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીને બદનક્ષીનો દાવો કરવાનો પડકાર પણ ફેંકી દીધો છે. ભાજપ પ્રવક્તા સંબંતિ પાત્રાએ દિલ્હીના મહેરોલી સ્થિત એક ફાર્મહાઉસને લઈને દાવો કરતા કહ્યું હતું કે અહીં આશરે પાંચ એકર જમીન છે. આના માલિક તરીકે રાહુલ અને પ્રિયંકા ગાંધી છે. આનું નામ ઈન્દિરા ફાર્મહાઉસ છે. આને ૨૦૧૩માં ફાઈનાન્સિયલ ટેકનોલોજી ઈન્ડિયા લિમિટેડ નામની કંપનીને ભાડા પર આપવામાં આવી હતી. આને પ્રતિ મહિને સાત લાખ રૂપિયામાં ભાડુ આપવામાં આવ્યું છે. પ્રથમ વખત આના માટે ૪૦ લાખ ૨૦ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવ્યા હતા. આ રકમ વ્યાજમુક્ત હતી. કોઈ વ્યક્તિ એડવાન્સ પૈસા આપે અને વ્યાજ પણ ન લે તે બાબત ગળે ઉતરતી નથી. ભાજપે ફાર્મહાઉસને કથિત રીતે ભાડા પર લેનાર કંપની એફઆઈપીએલને નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિ.ની સહાયક કંપની ગણાવીને કહ્યું છે કે આ કંપની ૨૦૧૩માં એક મોટા કૌભાંડમાં સામેલ રહી છે. સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે આજ ફાર્મહાઉસને ૨૦૦૭-૦૮થી અને ૨૦૧૨-૧૩ સુધી ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી પરંતુ અહીં કોઈ વ્યક્તિ રહેતા નથી. રાહુલ ગાંધીએ પોતાના એફિડેવિટમાં આ ફાર્મહાઉસની કિંમત નવ લાખ રૂપિયા દર્શાવી છે પરંતુ આનાથી ભાડાની રકમ કરોડો રૂપિયામાં મેળવી લેવામાં આવી છે. સંબિત પાત્રાએ ગુરૂગ્રામમાં એક પ્રોપર્ટી ડીલને લઈને ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે ઓકટોબર ૨૦૧૦માં રાહુલ ગાંધી બે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદે છે. એકની કિંમત ૧.૪૪ કરોડ અને બીજીની કિંમત ૫.૩૬ કરોડ છે. આ ખરીદી ગુરૂગ્રામમાં સિગ્નેચર ટાવર્સમાં કરવામાં આવી હતી. આના પ્રોપરાઈટર યુનિટેક તરીકે છે. પ્રોપર્ટી સાત કરોડની છે પરંતુ એગ્રીમેન્ટમાં માત્ર ચાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જે ચાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તે નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧થી ૨૦૧૪-૧૫ સુધી તેના ઉપર વ્યાજ પણ મેળવે છે. આ રકમ વ્યાજની કમાણી કરવા માટે આપવામાં આવી હતી કે પછી સંપત્તિ ખરીદવા માટે આપવામાં આવી હતી તેને લઈને દુવિધાઓ છે. બંને કામ એક સાથે થઈ શકે તેમ નથી.

Related posts

५० स्ट्रेस्ड लोन अकाउंट्‌स पर सरकार, आरबीआई की नजर

aapnugujarat

મોદી પાસે હવે વધારે સમય રહ્યો જ નથી : કર્ણાટકમાં રાહુલ ગાંધીના મોદી ઉપર તેજાબી પ્રહારો

aapnugujarat

ભવ્ય રામ મંદિરનું નિર્માણ જરૂરી છે : મોહન ભાગવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1