Aapnu Gujarat
ગુજરાત

પીરાણા નજીક ગણેશનગરના છાપરામાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ

વાસણા પીરાણા નજીક ગણેશનગરના છાપરામાં કોઇક કારણસર આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સેંકડો છાપરાઓ બળીને ખાખ થઇ ગયા હતા. સ્થાનિક વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગની આ દુર્ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. અલબત્ત, આગ બહુ વિકરાળ અને ભીષણ હોવાના કારણે ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો અને ફાયરબ્રિગેડની ૩૦થી વધુ ગાડીઓએ પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સમગ્ર બનાવ મામલે સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારોલ જતાં પીરાણા ડમ્પીંગ સાઇટ નજીક ટાયરનો ભંગારનું ગોડાઉન અને લાકડાના પીઠામાં કોઇક કારણસર આજે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી પરંતુ પવનનું જોર વધુ હોવાના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ગણતરીની મિનિટોમાં આગ પ્રસરી ગઇ હતી. આ આગમાં લાકડાના ગોડાઉન પણ સપડાયું હતું તો, જોતજોતામાં ગણેશનગરના છાપરાઓમાં આગની વિકરાળ જવાળાઓ પ્રસરી ગઇ હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં આગની જવાળાઓ અને તેના કારણે ઉઠેલા કાળા ડિબાંગ જેવા ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી દૂર દૂર સુધી જોવા મળતા. ગણેશનગર છાપરામાં ભીષણ આગ પ્રસરી જતાં ચોતરફ નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક રહીશો પરિવારજનો સાથે ઘરનો જેટલો સામાન બચ્યો તે બચાવી ભાગ્યા હતા અને મદદ માટે બૂમો પાડતા નજરે પાડતા હતા. બીજીબાજુ, બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ૩૦થી વધુ ગાડીઓના કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનું સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. આગની ભયાનકતા બાદ બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આખરે આગને કાબૂમાં લીધી હતી.

Related posts

ઇવકોન કોન્ફરન્સમાં મહિલા સશકિતકરણનો મુદ્દો ચમક્યો

aapnugujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં : એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું

aapnugujarat

સુરેન્દ્રનગર ખાતે ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં હજારો કાર્યકરોએ ભવ્ય વિજયના સંકલ્પ લીધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1