Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈરાકમાં મોસુલ નજીક નૌકાએ જળ સમાધિ લેતા ૯૪ના મોત

ઈરાકમાં મોસુલ શહેર પાસે ટિગરિસ નદીમાં એક હોડી ડૂબી જતાં ઓછામાં ઓછા ૯૪ મુસાફરોના મૃત્યુ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ હોડીમાં તેની ક્ષમતા કરતા વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ હોડીમાં ૧૪૯ જેટલા લોકો સવાર હતા.
હોડીમાં સવાર લોકોમાં સૌથી વધારે સંખ્યા મહિલાઓની હતી. હોડીમાં ૧૯ બાળકો પણ હતા જે તમામ મોત થયા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર હોડીમાં સવાર ૫૫ લોકોને બચાવી લેવાયા હતા. મૃતકોમાં ૧૯ બાળકો અને ૬૧ મહિલાઓનો સમાવેશ થતો હતો. ઉત્તર નાઈનવેહમાં નાગરિક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે જણાવ્યું હતું કે, આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે મુસાફરો નવરોઝ કુર્દ નવુ વર્ષ મનાવવા માટે જઈ રહ્યા હતા. ખલીલે જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાઓને કારણે હોડી પલટાઈ ગઈ હતી.
આ દુર્ઘટનાને આ વર્ષની સૌથી ગંભીર અને મોટી દુર્ઘટનામાં માનવામાં આવી રહી છે. હોડી ડૂબ્યા બાદ ઘણી મહિલાઓ અને બાળકો પાણીમાં હવાતિયા મારીને બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ નદીમાં પાણીના પ્રવાહ સામે તેઓ લાચાર બની ગયા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા વડાપ્રધાન આદેલ અબ્દુલ-મહદીએ તપાસનો આદેશ આપી સંવેદના વ્યક્ત કરીને ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. કેટલાક સ્થાનિક યુવાનોએ નદીમાં છલાંગ લગાવીને કેટલાકને બચાવી લીધા હતા.

Related posts

રામાસ્વામીએ નામ પાછું ખેંચતા ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ

aapnugujarat

પાકિસ્તાને યુએનમાં ફરી આલાપ્યો રાગ કાશ્મીર, ભારત પર લગાવ્યા આરોપ

aapnugujarat

સુરક્ષા પરિષદ, એનએસજીમાં ભારતને સ્થાયી સ્થાન આપવા બાઈડેનનું સમર્થન

editor

Leave a Comment

UA-96247877-1