Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સુરક્ષા પરિષદ, એનએસજીમાં ભારતને સ્થાયી સ્થાન આપવા બાઈડેનનું સમર્થન

સંયુક્ત નિવેદનમાં ભારત અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત બધા જ ૧૨૬૭ આતંકી જૂથો સહિત બધા જ આતંકવાદી જૂથો વિરુદ્ધ નક્કર કાર્યવાહીની માગણી કરી હતી. તેમણે સરહદ પારના આતંકવાદની ટીકા કરી હતી અને ૨૬/૧૧ના મુંબઈ હુમલાના ગુનેગારોને યોગ્ય સજા કરવાની પણ માગણી કરી હતી. પાકિસ્તાન સ્થિત આતંકી મૌલાના હાફીઝ સઈદની જમાત-ઉદ-દાવા ભારતમાં આતંકવાદ ફેલાવતા લશ્કર-એ-તોયબાનું મુખ્ય સંગઠન છે. આ સંગઠને ૨૦૦૮માં મુંબઈ હુમલાનું કાવતરું ઘડયું હતું. ભારતે અનેક વખત પાકિસ્તાનને હાફિઝ સઈદ સહિતના કાવતરાંખોરો સામે કાર્યવાહી કરવા માગણી કરી હતી. હાફિઝ સઈદ પર અમેરિકાએ એક કરોડ અમેરિકન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. દરમિયાન આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં પ્રવેશ માટે ભારતીય વ્યાવસાયિકોમાં સૌથી લોકપ્રિય એચ-૧બી વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દે પ્રમુખ બાઈડેનના પ્રયાસોની મોદીએ પ્રશંસા કરી હતી. ભારત અને અમેરિકાના દ્વિ-પક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય વ્યાવસાયિકોના યોગદાનને પણ મોદીએ બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય વ્યાવસાયિકો અમેરિકાની સોશિયલ સિક્યોરિટીમાં નોંધપાત્ર યોગદાન આપે છે.અમેરિકન પ્રમુખ જાે બાઈડેને વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે તેમની પહેલી વ્યક્તિગત દ્વિ-પક્ષીય બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદ અને ન્યૂક્લિયર સપ્લાયર ગૂ્રપમાં ભારતના પ્રવેશને સમર્થન આપ્યું હતું. વ્હાઈટ હાઉસમાં બંને નેતાઓની બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે પ્રમુખ બાઈડેને પીએમ મોદી સાથેની બેઠકમાં ઑગસ્ટ ૨૦૨૧માં સુરક્ષા પરિષદના ભારતના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી. દરમિયાન આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ એચ-૧બી વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારત અને અમેરિકાએ સરહદ પારના આતંકવાદની ટીકા પણ કરી હતી. બાઈડેન અને મોદીની બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે, પ્રમુખ બાઈડેને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત અને તેમાં ભારતના સ્થાયી સભ્યપદનું સમર્થન કર્યું હતું. બાઈડેનને સમર્થન સાથે સુરક્ષા પરિષદમાં સુધારા માટે ભારતના પ્રયાસોને બળ મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના આ શક્તિશાળી એકમમાં લાંબા સમયથી પેન્ડિંગ સુધારાની ભારત આક્રમક્તાથી માગ કરતું આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલ પાંચ સ્થાયી અને ૧૦ અસ્થાયી સભ્યો છે, જેમની મહાસભા દ્વારા બે વર્ષના કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવે છે. સ્થાયી સભ્યોમાં રશિયા, બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે. વધુમાં સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે વડાપ્રધાન મોદીની સાથે બેઠક દરમિયાન બાઈડેને ન્યુક્લિયર સપ્લાયર ગૂ્રપ (એનએસજી)માં પણ ભારતના પ્રવેશને સમર્થન આપ્યું હતું. એનએસજી ૪૮ દેશોનું જૂથ છે, જે વૈશ્વિક પરમાણુ વેપારને નિયંત્રિત કરે છે. ભારતે ૨૦૧૬માં એનએસજીના સભ્યપદ માટે અરજી કરી હતી ત્યારે ચીને વિરોધ કરતાં કહ્યું હતું કે આ જૂથમાં માત્ર એ દેશોનો જ સમાવેશ કરવો જાેઈએ, જેમણે પરમાણુ બિનપ્રસાર સંધી (એનપીટી) પર હસ્તાક્ષર કર્યા હોય.

Related posts

ઇમરાન રિવર્સ સ્વિંગના કિંગ

aapnugujarat

એસસીઓ સમિટમાં નવાઝ શરીફ સેનાના નિર્દેશ લેતાં દેખાયા

aapnugujarat

Sweden implements more restrictions as Covid-19 cases rises

editor

Leave a Comment

UA-96247877-1