Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં કલેકટર પી.ભારતીના અધ્યક્ષસ્થાને NCLP સોસાયટીની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટર પી.ભારતીએ જણાવ્યુ કે, વડોદરા શહેરમાં NCLP (નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ) યોજના હેઠળ ૧૦ ખાસ તાલીમ કેન્દ્રોમાં ૨૨૮ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પુરસ્કૃત આ યોજના અંતર્ગત બાળશ્રમિકો/શાળા બહારના તથા ડ્રોપ આઉટ બાળકોને તેઓની વય જૂથ પ્રમાણે શિક્ષણ પુરૂ પાડીને તેઓને મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

કલેકટર પી.ભારતીના અધ્યક્ષસ્થાને આજે NCLP  સોસાયટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ NCLP યોજના હેઠળ થયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી યોજના હેઠળ અસરકારક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં જણાવાયુ હતું કે, વડોદરા શહેર જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ના સર્વે દરમિયાન ૧૬૧૧ બાળશ્રમિકો મળી આવ્યા હતા. આ યોજના હેઠળ ખાસ તાલીમ કેન્દ્રોનું સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓને સંચાલન સોંપવામાં આવ્યુ છે. ખાસ તાલીમ કેન્દ્રોમાં બાળકોને રૂા. ૧૫૦/- સ્ટાઇપેન્ડ, મધ્યાહન ભોજન તેમજ તમામ બાળકોના આધારકાર્ડ અને બેંક ખાતા ખોલાવવામાં આવ્યા છે.

મદદનીશ શ્રમ આયુક્ત શ્રી એ.એમ.સોનીએ NCLP  સોસાયટીની કામગીરીની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યુ કે, વડોદરા શહેર/જિલ્લામાં સંજયનગર, પાણીગેટ, ચંદ્રપ્રભાનગર, વાડી, અકોટા, ચાણક્યનગરી, ડભાસા(પાદરા), મહદેવજી ટેમ્પલ દરવાજા, માસર (પાદરા) અને સમતા રોડ, ગોરવા સહિત કુલ દસ ખાસ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં નાયબ નિયામકશ્રી એચ.એમ. વાઘાણી, સોસાયટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી કલ્પેશ રાજગુરુ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Related posts

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ પડશે

aapnugujarat

હાર્દિક પટેલનો પ્રહલાદનગર ગાર્ડનમાં કરાયેલ ઉગ્ર વિરોધ

aapnugujarat

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવા માંગ

editor

Leave a Comment

UA-96247877-1