Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈન્ડોનેશિયાના પાપુઆમાં પૂરથી તબાહી, ૫૦નાં મોત

ઈન્ડોનેશિયાના પૂર્વ પાપુઆ પ્રાંતમાં રવિવારે ભયાનક પૂરે વિનાશ વેર્યો હતો. અચાનક આવેલા પૂરમાં ૫૦ વ્યક્તિના મોત નીપજ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. હજી પણ મૃત્યુ આંક વધે તેવી સંભાવના છે. બચાવ અને રાહત ટુકડી વધુ પીડિતોની કામે લાગી ગઈ છે.મુખ્ય મથક જયાપુરા પાસે આવેલા સેન્તાની ખાતે અચાનક પૂરની સ્થિતિ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. શનિવારે ભૂસ્ખલન તેમજ ભારે વરસાદને પગલે પૂરની આફત આવી હતી જેમાં ૫૯ વ્યક્તિને ઈજા પહોંચી હતી.પૂરના પાણીમાં સંખ્યાબંધ મકાનો ધ્વસ્ત થઈ ગયા હોવાનું રાષ્ટ્રીય વિપત્તી સંસ્થાના પ્રવક્તા સુતોપો પુર્વો નુઘરોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને મરણાંક વધે તેવી સંભાવના છે. ભૂસ્ખલનને પગલે પૂરની આફત સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પૂરના પાણી ઓસરી ગયા છે પરંતુ લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.પૂરને પગલે સંખ્યાબંધ વૃક્ષો તૂટી પડ્યા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હોવાથી અને ઠેરઠેર કીચડનો ભરાવો થતા બચાવ તેમજ રાહત કામગીરીમાં અડચણ આવી રહી હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું. એક વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે ઝાડ નીચે દબાયેલી વ્યક્તિને બચાવ અધિકારીઓ ઓક્સિજન આપીને રેસ્ક્યૂ કરી રહ્યા હતા.પૂરને પગલે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. તૂટેલા ઝાડ અને અન્ય કચરો પણ પાણીમાં તણાઈને રસ્તા પર આવી ગયો છે. જયાપુરાના એરપોર્ટ પર એક પ્રોપેલર પ્લેન રનવે પર અડધૂ તૂટી પડ્યું હતું.પાપુઆ અને સ્વતંત્ર પાપુઆ ન્યુ ગિનીની સરહદ જોડાયેલી છે. પાપુઆ ન્યુ ગિની ઓસ્ટ્રેલિયાના ઉત્તરે આવેલું છે.

Related posts

अमेरिका ने चुकाया दवा का कर्ज

editor

फिलीपीन : ‘स्वाइन फीवर’ का कहर, 7000 सुअरों मारा गया

aapnugujarat

હાફિઝ સઇદની સલામતી માટે તોઇબાની મોટી ફોજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1