Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં જોરદાર તેજી રહેવાના સંકેતો

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટમાં હોળી પહેલા હકારાત્મક અને તેજી રહી શકે છે. બેંચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. લેવાલી પહેલા કાર્યકરો આશાવાદી છે. બીએસઈ સેંસેક્સ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩.૭ ટકા અથવા તો ૧૩૫૩ પોઇન્ટ સુધી સુધરીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૯૧ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. બીએસઈમાં મૂડીરોકાણકારો છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૩.૯૧ લાખ કરોડ સુધી અમીર બની ગયા હતા. કારણ કે, બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ૧૪૮૫૮૦૦૩ કરોડ સુધી પહોંચી ગઈ છે જે ૮ માર્ચના દિવસે ૧૪૪૬૭૦૮૭ કરોડ રહી હતી. માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ચૂંટણી પહેલા તેજી રહી શકે છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં ફરી વાપસી થવાના સંકેત વધુ મજબૂત બનતા નવી આશા જાગી છે. એકબાજુ રૂપિયો ૭ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. એફપીઆઈ દ્વારા પણ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કેટલીક બાબતો ઝડપથી બદલાઈ રહી છે. આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં ઇક્વિટી, ફોરેક્સ અને કોમોડિટી માર્કેટમાં પણ તેજી રહી શકે છે. રંગોના તહેવાર હોળી દિવસે ઇક્વિટી ફોરેક્સ અને કોમોડિટી માર્કેટ બંધ રહેશે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ જોરદાર તેજી આવી ગઈ છે. બીજા મહત્વપૂર્ણ આંકડા પણ જારી કરવામાં આવી ચુક્યા છે. નવા સપ્તાહમાં ભારતમાં વર્તમાન ખાતાકીય ખાધના આંકડા જારી કરવામાં આવનાર છે. નિકાસ અને આયાત વચ્ચે અંતરના આંકડા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં સીએડીના આંકડા જારી કરવામાં આવનાર છે. બીજા ત્રિમાસિક ગાળામાં દેશમાં સીએડીનો આંકડો જીડીપીના ૨.૯ ટકા રહ્યો હતો. એક વર્ષ અગાઉની સરખામણીમાં તેમાં વધારો થયો હતો. એક વર્ષ અગાઉ આ આંકડો ૧.૧ ટકા રહ્યો હતો. ટ્રેડ ડેફિસિટના કારણે આ આંકડો વધ્યો હતો. શુક્રવારના દિવસે જારી કરાયેલા આંકડામાં દર્શાવવામાં આવ્યું હતું કે, ટ્રેડ ડેફિસિટનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૧૭ મહિનાની નીચી સપાટીએ ૯.૬ અબજ ડોલર સુધી રહ્યો તો. અન્ય જે વૈશ્વિક પરિબળો નવા સપ્તાહમાં જોવા મળશે તેમાં બેંક ઓફ ઇઁગ્લેન્ડ દ્વારા ગુરુવારના દિવસે વ્યાજદરને લઇને કયા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે.
જાણકાર નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ હાલમાં વ્યાજદર યથાવત રાખી શકે છે. મે ૨૦૨૦ સુધી રેટમાં કોઇ સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અન્ય વૈશ્વિક પરિબળોમાં બ્રિટનમાં જાન્યુઆરીમાં બેરોજગારીનો દર પણ જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં તેજી માટે એફપીઆઈ પ્રવાહની અસર પણ જોવા મળી શકે છે. વિદેશી મૂડીરોકાણકારો તરફથી જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળામાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. સત્તામાં વાપસી એનડીએ કરી શકે છે તેવા મોટાભાગના સર્વે આવ્યા બાદ એફપીઆઈ પ્રવાહમાં વધારો થઇ રહ્યો છે.

Related posts

रामविलास पासवान ने ली राज्यसभा की सदस्यता की शपथ

aapnugujarat

મહાભિયોગ દરેક સમસ્યાનું નિવારણ નથી : જસ્ટિસ ચેલમેશ્વર

aapnugujarat

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલેથી બેંગ્લોરમાં ટેસ્ટ મેચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1