Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલેથી બેંગ્લોરમાં ટેસ્ટ મેચ

બેંગ્લોરમાં આવતીકાલથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાનાર છે. આ ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ટેસ્ટ મેચની સાથે જ અફઘાનિસ્તાન પણ ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અફઘાન માટે આ ખુબ મોટી સિદ્ધિ તરીકે રહેશે. અફઘાનિસ્તાનમાં રશીદ ખાન જેવા ખેલાડી આ ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કરી ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચવા તૈયાર દેખાઈ રહ્યા છે. રક્તપાતના અફઘાનિસ્તાનમાં ક્રિકેટને ભારે નુકસાન થયું છે. બેંગ્લોરમાં રમાનારી એ મેચને લઇને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. અફઘાનિસ્તાન આ ટેસ્ટ મેચની સાથે જ ટેસ્ટ ક્રિકેટ રમનાર ૧૨મી ટીમ બની જશે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રશીદ ખાન, જાદરાન, મોહમ્મદ શહેઝાદ જેવા ખેલાડી રમનાર છે. ભારત અફઘાનિસ્તાનના ખુબ જ નજીકના સાથી દેશ તરીકે છે. બીસીસીઆઈએ પૂર્ણ મદદ કરીને તેની રાષ્ટ્રીય ટીમના અભ્યાસ માટે પોતાના સ્ટેડિયમ ખુલ્લા મુકી દીધી છે. રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં ઉતરનાર છે. અફઘાનિસ્તાન ટીમની સામે અનેક પ્રકારના પડકારો રહેશે. અફઘાનિસ્તાનના કોચ ફિલ સિમન્સ કહી ચુક્યા છે કે તેના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે ત્યારે તેમની કુશળતા દર્શાવશે. મુરલી વિજય, ચેતેશ્વર પુજારા લાંબી ઇનિંગ્સ રમવા માટે તૈયાર છે. ભારતના આ અનુભવી બેટ્‌સમેનોને રોકવાની બાબત અફઘાનિસ્તાનના બોલરો માટે સરળ રહેશે નહીં. શહઝાદ જેવા આક્રમક બેટ્‌સમેન પોતે કઇ રીતે નિયંત્રણ મેળવે છે તે બાબત ઉપયોગી રહેશે. દિનેશ કાર્તિક પણ શાનદાર દેખાવ કરવા સજ્જ છે. રશીદ ખાનની બોલિંગ પર અફઘાનિસ્તાન મુખ્યરીતે આધારિત છે. હાલમાં યોજાયેલી આઇપીએલમાં રશીદ ખાનનો દેખાવ દરખમ રહ્યો હતો. ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાન ઉપર રહેલી ભારતીય ટીમ નિયમિત કેપ્ટન વિરાટ કોહલી વગર મેદાનમાં ઉતરશે પરંતુ આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ચેતેશ્વર પુજારા છઠ્ઠા રેંકિંગમાં છે જ્યારે રહાણે ૧૮માં ક્રમે છે. લોકેશ રાહુલ ૧૯માં ક્રમે છે. આ ખેલાડીઓ પોતાની સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કરશે. બીજી બાજુ બોલિંગમાં રવિન્દ્ર જાડેજા ચોથા સ્થાને છે અને રવિચંદ્રન અશ્વિન પાંચમાં સ્થાને છે. આ બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં પણ સારો દેખાવ કરવા પ્રયાસ કરશે.

Related posts

ધોનીને ટીમમાં સામેલ કરવા સૌરવને ૧૦ દિવસ સુધી મનાવ્યા હતા : મોરે

editor

७.५ प्रतिशत रह सकती है भारत की आर्थिक वृद्धिदर

aapnugujarat

અમરનાથ યાત્રા દરમિયાન મોટા હુમલાનો ખતરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1