Aapnu Gujarat
ગુજરાત

હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છુંઃ હાર્દિક પટેલ

કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં પાટીદાર આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હતો. હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો ૫,૦૦૦ પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા ક્રોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું, મેં સમાજ સાથે કોઈ દ્રોહ નથી કર્યો.
બુધવારે હાર્દિક પટેલે જણાવ્યું, હું કોંગ્રેસ પાર્ટીની વિચાર ધારા સાથે જોડાયેલો છું, પાટીદાર સમાજ સાથે મેં કોઈ દ્રોહ કર્યો નથી. જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો ત્યારબાદ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, અને નીતિન પટેલે પણ નિવેદનો આપ્યા હતા કે હાર્દિક પહેલાંથી જ કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યો હતો અને તેણે પાટીદાર આંદોલનના માધ્યમથી રાજ્યમાં સામાજિક સમરસતા ખોરવવાનું અને શાંતિ ડહોળવાનું કામ કર્યુ હતું.

Related posts

બોટાદ નગરપાલિકાના પ્રમુખનુ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા સન્માન કર્યુ

editor

વિપક્ષના નેતાની પસંદગી માટે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક બુધવારે મળશે

aapnugujarat

અમદાવાદમાં લોકડાઉનના કારણે ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના ૯૧ લોકોને માદરે વતન પહોંચાડાયા

editor

Leave a Comment

UA-96247877-1