Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપનો અનોખો પ્રચાર, એર સ્ટ્રાઇક અને મોદીના ફોટા સાથેની સાડીઓ તૈયાર કરી

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે એક ખાસ પ્રકારની સાડીઓ બનાવડાવી છે. સૈનિકો, લડાકૂ વિમાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રિન્ટ વાળી આ સાડીઓ પાર્ટી રવિવારે લોન્ચ કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આનાથી ભાજપને પ્રચારની દિશામાં એક વેગ મળશે. જો કે ચૂંટણી પંચે શનિવારે જ જણાવ્યું હતું કે, સેનાનો ઉપયોગ રાજકારણ માટે કરી શકાય નહીં.
રાજસ્થાનમાં ભાજપના ક્રિએટિવ ટીમના વડા આશીષ જૈને સાડીઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, પાર્ટીએ બે પ્રકારની સાડીઓની ડિઝાઇન કરાવી છે, જે સુરતની મીલમાં બનાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે આ સાડીઓને જયપુરમાં પાર્ટીના મુખ્યાલય સ્થિત આઉટલેટમાં રજુ કરવામાં આવશે.
એર સ્ટ્રાઇકની પ્રિન્ટ વાળી સાડીઓ સિવાય એક બીજી સાડી પણ છે જે ક્રિમ,ભગવા અને લીલા રંગની છે. જેના પર પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને અન્ય નેતાઓના ફોટા છપાયેલા છે. આઉટલેટના સ્ટોર મેનેજર શ્યામ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ડિજિટલી પ્રિન્ટ કરાયેલી આ સાડીઓની કિંમત ૬૫૦ રૂપિયા હશે, જ્યારે સાદી સાડીની કિંમત ૧૫૦ રૂપિયા હશે.

Related posts

મૌલાનાએ બાળકીને બેલ્ટથી ઢોર માર મારતા અરેરાટી વ્યાપી

aapnugujarat

JNU में हुए हमले को लेकर गिरिराज सिंह ने विपक्ष पर साधा निशाना, कहा : कांग्रेस बिगाड़ रही माहौल

aapnugujarat

खाद सब्सिडी सीधे किसान के खाते में डालने पर विचार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1