Aapnu Gujarat
બિઝનેસ

સરકારે બે વર્ષમાં ૭૦૦૦ અબજ રૂપિયાનું વિદેશી રોકાણ આકર્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સના એક કાર્યક્રમમાં કહ્યું કે સરકારે આગામી બે વર્ષમાં ૭૦૦૦ અબજ રૂપિયાનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષે દેશમાં ૨૬૬૦ અબજ રૂપિયાનું એફડીઆઈ આવ્યું હતું. આ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે ભારતે કોઈ વર્ષે એફડીઆઈ આકર્ષિત કરવાના મામલામાં ચીનને પાછળ ધકેલ્યું છે. ગયા વર્ષે ચીનમાં કુલ ૨૨૪૦ અબજ રૂપિયાનું એફડીઆઈ આવ્યું હતું.
ભારતમાં ૨૦૧૮માં પ્રાપ્ત એફડીઆઈમાં ગત ઓગષ્ટમાં ૧૧૨૦ અબજ રૂપિયાના વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ કરારથી આવેલું રોકાણ પણ સામેલ છે. આ સિવાય ગયા વર્ષના અન્ય મોટા માર્કેટમાં હિન્દુસ્તાન યૂનિલીવર દ્વારા જીએસકેના ગ્રાહક વેપારને ૩૧,૭૦૦ કરોડ રૂપિયામાં ખરીદવા અને શ્નાઇડર ઇલેક્ટ્રિક, ટીપીજી કેપિટલ, કેકેઆર, સૉફ્ટબેંક અને અલીબાબા વગેરેના કરાર સામેલ રહ્યાં.
આ સાથે જ સુરેશ પ્રભુએ કહ્યું કે, ‘અમે ગયા વર્ષે રેકોર્ડ એફડીઆઈ આકર્ષિત કર્યુ. અમે ૨૦૨૦ સુધી ૭૦૦૦ અબજ રૂપિયાનુ એફડીઆઈ આકર્ષિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે અને આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધુ છે. તેમણે કહ્યું કે સરકાર એફડીઆઈ માટે ક્ષેત્રવાર અભ્યાસ કરી રહી છે અને તેને આકર્ષિત કરવા માટે યોગ્ય નિયમ તૈયાર કરી રહી છે. પ્રભુએ દાવો કર્યો છે કે આ નાણાંકીય વર્ષમાં દેશની નિકાસ ૨૦૧૪ના ૨૨,૬૧૦ અબજ રૂપિયાના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરને પાર કરશે અને ૨૩,૧૦૦ અબજ રૂપિયાથી વધુ રહેશે. જેનાથી રોજગાર સર્જનમાં પણ મદદ મળશે.

Related posts

FPI દ્વારા ૨૦૧૮માં કુલ ૮૩૦૦૦ કરોડ પરત થયા

aapnugujarat

संतूर साबुन ने बनाया रिकॉर्ड, 2000 करोड़ रुपए सेल का पहला देसी सॉप ब्रैंड

aapnugujarat

અંબુજા સિમેન્ટે ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1