Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નો.કોરિયાના કિમ જોંગનું રોકેટ સાઇટના પુનઃનિર્માણનું પગલુ નિરાશાજનકઃ ટ્રમ્પ

નોર્થ કોરિયામાં લાંબા અંતરના રોકેટ સાઇટના પુનઃનિર્માણની સુચના બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનનું આ પગલું અત્યંત નિરાશાજનક છે. ટ્રમ્પ અને કિમ જોંગની ૨૭-૨૮ ફેબ્રુઆરીના રોજ વિયેતનામની રાજધાની હનોઇમાં બીજી સમિટ યોજાઇ હતી, જે નિષ્ફળ રહી હતી. નોર્થ કોરિયાના આ પગલાંને તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, જો નોર્થ કોરિયામાં રોકેટ સાઇટના પુનઃનિર્માણની જાણકારી સાચી સાબિત થઇ તો આ અમેરિકા માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ અમેરિકા માટે એક ચેતવણી હશે, તેમ છતાં આ અંગે કંઇ પણ કહેવું ઉતાવળ પણ ગણાશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને કહ્યું કે, જો પ્યોંગયાંગ પોતાના પરમાણુ કાર્યક્રમો બંધ નહીં કરે તો અમેરિકા પોતાના પ્રતિબંધો વધુ કડક બનાવશે.

Related posts

हिंदू लड़की की हत्या के खिलाफ कराची में प्रदर्शन

aapnugujarat

અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૮ ટકાનો ઘટાડો !

aapnugujarat

No decision yet on closure of airspace for India : Pakistan Foreign Minister

aapnugujarat

Leave a Comment

UA-96247877-1